Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

NASAને ચાંદ પર પાણી મળ્યું : માનવ વસવાટની દિશામાં મહત્વનું પગલુ

નાસાની યોજના ચાંદ પર માનવ વસ્તી વસાવવાની છેઃ નાસા ચાંદની સપાટી પર માનવ મિશન મોકલવાની તૈયારીમાં છે : આ પાણીની શોધ નાસામાં સોફિયાએ કરી છે

ન્યુયોર્ક,તા.૨૭ : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યાનુંસાર પાણી ચાંદના એ ભાગમાં છે જયાં સૂર્યના કિરણો પહોંચે છે. આ મોટી શોધ ન ફકત ભવિષ્યમાં થનારા ચંદ્ર પરના માનવ મિશનને મોટી તાકાત આપશે બલ્કે તેનો ઉપયોગ રોકેટ ઈંધણ ઉત્પાદન માટે કરી શકાશે. આ પાણીની શોધ નાસાના સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)એ કરી છે.

 નાસાના જણાવ્યાનુંસાર સોફિયાએ ચંદ્રમાના દક્ષિણી ગોળાર્ધમાં સ્થિત, પૃથ્વીથી દેખાઈ રહેસા સૌથી મોટા ખાડામાંતી એક કલેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓની શોધ કરી છે.  પહેલા થયેલા અભ્યાસમાં ચંદ્રમાંની સપાટી પર હાઈડ્રોજેનના કેટલાક રુપને ઓળખી શકાયા હતા.  પરંતુ પાણી અને તેના નજીકના મનાતા હાઈડ્રોકિસની શોધ થઈ શકી નહોંતી.

 વોશિંગ્ટનમાં નાસાની હેડઓફિસમાં વિજ્ઞાન મિશન નિર્દેશાલયોમાં એસ્ટ્રોફિજિકસ ડિવીઝનના નિર્દેશક પોલ હર્ટલે કહ્યું કે અમારી પાસે પહેલાથી સંકેત હતા કે એચ૨ઓ જેને પાણી તરીકે માની શકાય છે તે ચંદ્ર પર સૂર્ય  તરફ હાજર હોઈ શકે છે. અમને ખબર હતી કે આ ત્યાં છે જે ચંદ્રની સપાટી પર અમારી સમજદારીને ચેલેન્જ કરશે અને અમે અંતરિક્ષના ગહન અધ્યયન અને વિશ્લેષણ માટે પ્રેરણા આપશે.

 નાસાની યોજના ચાંદ પર માનવ વસ્તી વસાવવાની છે. નાસા પહેલાથી ઓર્ટેમિસ પ્રોગ્રામ મારફર્તે ૨૦૨૪ સુધીમાં ચાંદની સપાટી પર માનવ મિશન મોકલવાની તૈયારીમાં છે. (૨૫.૨)

(10:24 am IST)