Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બિહારના મુંગેરમાં મૂર્તિ વિસર્જન વેળાએ પોલીસ અને લોકો વચ્ચે હિંસક અથડામણ: ફાયરિંગ :1નું મોત 20થી વધુ ઘાયલ

17 પોલીસકર્મીઓ ઘાયલ:18 વર્ષીય અનુરાગ કુમારનુ મોત :ફાયરિંગમાં અન્ય 5 લોકો ઘવાયા

બિહારના મુંગેરમાં દશેરા પર દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસક અથડામણમાં એકનું મોત થયું છે અને 5 સ્થાનીય લોકો ઘાયલ થયા છે. મળતા સમાચાર મુજબ વિસર્જનમાં ભારે અથડામણ થઈ અને ફાયરિંગ પણ થયું હતુ. 

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે ગોળી ચલાવી હતી. જ્યારે પોલીસનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને ગોળી ચલાવી હતી. પોલીસના કહેવા પ્રમાણે 17 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યાનુંસાર પંડિત દિનદયાલ ચોકની પાસે શંકરપુરના મૂર્તિ વિસર્જન માટે બંદોબસ્ત કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકોમાં બબાલ થઈ ત્યારે જ કોઈએ ફાયરિંગ કર્યુ હતું. આ દરમિયાન 18 વર્ષીય અનુરાગ કુમારનુ સ્થળ પર જ મોત થયું હતુ. ફાયરિંગમાં અન્ય 5 લોકો ઘાયલ થાય હતા.

મુંગેરના ડીએમ રાજેશ મીણાએ કહ્યું કે દુર્ગા પૂજા વિસર્જનમાં અસામાજિક તત્વો એ કરેલા ફાયરિંગમાં અનેક પોલીસ કર્મી ઘાયલ થયા છે અને 1નું મોત થયું છે. પીઆઈ સહિત 17 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.

(10:54 am IST)