Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આજે ૪ મોત : સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૦૯૩ બેડ ખાલી

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાની પીછેહઠ :સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૨ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા. ૨૬ : શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ૪ દર્દીઓનાં મોત થયા છે. જયારે કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની  ખાલી સંખ્યામાં સતત વધારો જોવા મળી રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી૨  પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૭ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૪ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૪નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૪ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૦૯૩ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે

(3:32 pm IST)