Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાજસ્થાનમાં માસ્ક પહેરવું ફરજીયાત બનશે:રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે બિલ :ઘડશે કાયદો

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફટાકડા રહિત દિવાળી મનાવવાની અપીલ કરી

રાજસ્થાન સરકાર રાજ્યમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવા પર વિચાર કરી રહી છે અને તેના માટે કાયદો બનાવશે. સરકાર વિધાનસભાના આગામી સત્રમાં આ સંબંધમાં એક બિલ લાવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે આ જાણકારી આપી.હતી 

તેઓએ કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે માસ્ક પહેરવાને અનિવાર્ય બનાવવા પર વિચાર કરી રહી છે. તેના માટે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવવામાં આવશે. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી દવા નથી આવતી ત્યાં સુધી માસ્ક પહેરવું, બે ગજની દૂરી બનાવી રાખવી અને વારં-વાર હાથ ધોવા જેવા ઉપાયો અપનાવીને જ કોરોના વાયરસથી બચી શકાશે.

ગેહલોત વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રાજ્યમાં બે ઓક્ટોબરથી ચલાવવામાં આવી રહેલા 'નો માસ્ક-નો એન્ટ્રી-કોરોના વિરુદ્ધ જન આંદોલન' અભિયાનની સફળતાને લઈ જિલ્લાધિકારીઓ, કૉલેજોના પ્રાચાર્યો, નગર નિગમ અને નગર પરિષદના અધિકારીઓ વગેરે સાથે સંવાદ કરી રહ્યા હતા.

ગેહલોતે કહ્યું કે રાજ્યના ગામ-વર્ગ સુધી આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજનો દરેક વર્ગ વધારે પ્રતિબદ્ધતાથી સરકાર સાથે જોડાય. તેઓએ કહ્યું કે જ્યાં સુધી આમજનમાં આ જાગૃતિ નહીં આવે કે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ જો સંક્રમિત છે તો તે બીજા વ્યક્તિમાં સંક્રમણ ફેલાવી શકે છે, ત્યાં સુધી આ અભિયાન પોતાના ઉદ્દેશ્યમાં સંપૂર્ણ રીતે સફળ નહીં થાય.

મુખ્યમંત્રીએ ફટાકડા રહિત દિવાળી મનાવવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આતશબાજીથી થનારા પ્રદુષણથી કોવિડ ફેલવાનું જોખમ વધી શકે છે અને સંક્રમિત વ્યક્તિઓ અને સ્વસ્થ થઈ ચૂકેલા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. ચિકિત્સા વિશેષજ્ઞોની સલાહ અનુસાર કોરોના વાયરસથી જીવન રક્ષા માટે આપણે બધા ફટાકડા રહિત દિવાળી મનાવશું અને બીજાને પણ પ્રેરિત કરીએ.

(11:37 am IST)