Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

શિક્ષકોને માન આપવાની બાબતમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે

લંડન, તા.૨૭: શિક્ષકોને માન આપવા બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે તેમ ૩૫ દેશોના વૈશ્વિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. બ્રિટન સ્થિત વરકે ફાઉન્ડેશન દ્વારા ગયા સપ્તાહમાં 'રિડિંગ બિટવિન ધ લાઇન્સ : વોટ ધ વર્લ્ડ રિયલી થિંકસ ઓફ ટીચર્સ'નામનો અહેવાલ જારી કરવામાં આવ્યો હતો.

આ યાદીમાં ચીન, ઘાના, સિંગાપોર, કેનેડા અને મલેશિયા ભારત કરતા આગળ છે. વરકે ફાઉન્ડેશન અને ગ્લોબલ ટીચર પ્રાઇઝના સ્થાપક સન્ની વરકેના જણાવ્યા અનુસાર આ અહેવાલ પરથી સાબિત થાય છે કે શિક્ષકોને માન આપવું એ ફકત નૈતિક ફરજ જ નથી પણ દેશના શૈક્ષણિક પરિણામ માટે પણ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયારથી કોરોનાવાઇરસ મહામારીની શરૂઆત થઇ છે ત્યારથી શાળાઓ અને કોલેજો બંધ થઇ જવાના કારણે વિશ્વના ૧.૫ અબજ વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી છે.

આવા સમયમાં વિદ્યાર્થીઓને એક સારા શિક્ષકની જરૂર હોય છે. ગ્લોબલ ટીચર સ્ટેટસ ઇન્ડેકસ(જીટીએસઆઇ) -૨૦૧૮ના ડેટાને આધારે તૈયાર કરવામાં આવેલા ્ આ અહેવાલ મુજબ ભારત શિક્ષણ પાછળ કુલ ખર્ચની ૧૪ ટકા રકમ ખર્ચ કરે છે.આ સર્વેમાં ૩૫ દેશોેએ ભાગ લીધો હતો. દરેક દેશમાંથી ૧૦૦૦ લોકોને પ્રશ્રો પૂછવામાં આવ્યા હતાં.

(11:43 am IST)