Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પ્રવાસન ક્ષેત્રના ''અચ્છે દિન'' હજુ દુર

ર૦ર૧માં પણ ટુરીઝમ પર રહેશે કોવિડની અસર

મુંબઇ તા. ર૭: કોવિડ-૧૯ પછી જેમ જેમ લોકોનું જીવન સામાન્ય થતું જાય છે, તેમ તેમ પર્યટકોએ ર૦ર૧ માટે પર્યટનની યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ''હોમ સ્ટે''ની સુવિધા આપતી વૈશ્વિક કંપની ''એરબીએનબી'' એ આ અંગે બજારનું વલણ દર્શાવતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, બજારમાં આ અંગે ઘણાં પ્રકારના નવા વલણો જોવા મળી રહ્યા છે. તેમાં લોકો પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકા આપી રહ્યા છે. નાનાથી માંડીને મહિના દિવસ સુધીના લાંબા પ્રવાસ આયોજનો પણ પોતાના ઘરની આસપાસના સ્થળોએ કરવાનું વગેરે સામેલ છે.

એરબીએનબીએ આ રિપોર્ટ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે તેના પ્લેટફોર્મ પર ર૦ર૧ માટે પર્યટન માટે કરાયેલ સર્ચના આધારે તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પર્યટકો માટે પારદર્શકતા, વિશ્વાસ અને સુરક્ષા હવે પહેલા કરતા વધારે મહત્વપુર્ણ બની ગયા છે અને હવે તે તેમના માટે એક મહત્વનો માપદંડ રહેશે. આ ઉપરાંત વર્કફ્રોમ હોમની સુવિધાને કારણે પર્યટકોનું વલણ પોતાના શહેરની નજીકના સ્થળોની યાત્રા કરવાનું વલણ પણ જોવા મળી રહ્યું છે.

એરબીએનબીના જનરલ મેનેજર (ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, હોંગકોંગ અને તાઇવાન) અમનપ્રીત બજાજે કહ્યું કે જાણીતાને પ્રખ્યાત પર્યટન સ્થળોની જગ્યાએ સ્થાનિક વિસ્તારોમાં પ્રવાસ કરવાનું વલણ દર્શાવે છે કે તેનાથી સ્થાનિક લોકોને આર્થિક લાભ વધારે થશે. રિપોર્ટ અનુસાર, ર૦ર૧ માટે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ જગ્યાઓમાં મહારાષ્ટ્રનું કરજત અને પંચગીની, હિમાચલમાં મનાલી, કર્ણાટકમાં મેંગલુરૂ અને ઉત્તરાખંડમાં મુકતેશ્વર સામેલ છે.

(11:45 am IST)