Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નવરાત્રી-દશેરામાં મર્સિડીઝ -બેન્ઝે ૫૫૦ કાર ડિલીવર કરી

કંપનીએ આ કારોની ડિલિવરી મુંબઇ,ગુજરાત અને દિલ્હી એનઆરસી અને ઉત્તર ભારતની અન્ય બજારોમાં કરી છે

નવી દિલ્હી,તા. ૨૭: જર્મનીની લકઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રી અને દશેરા દરમિયાનના દિવસોએ ૫૫૦ કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોને સીઝન પ્રોત્સાહન બની રહી છે.

કંપનીએ આ કારોની ડિલિવરી મુંબઇ,ગુજરાત અને દિલ્હી એનઆરસી અને ઉત્તર ભારતની અન્ય બજારોમાં કરી છે. કંપનીએ દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં તહેવારોની સીઝનમાં ૧૭૫ કારોની ડિલિવરી કરી છે. હવે આવતા મહિને દિવાળી અને ધનતેરસના સમયગાળા દરમિયાન મર્સિડીઝ -બેન્ઝ કારની નોંધપાત્ર માંગ રહેવાની આશા છે. એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીની વેચાણ કામગીરી પણ ટિપ્પણી કરતા મર્સિડીઝ -બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ માર્ટિન શ્વેનકે કહ્યું હતું કે આ વર્ષે તહેવારોની સીઝન કંપની માટે પ્રોત્સાહન રહેવાની ધારણા છે. અને અમે ગ્રાહકોનું સકારાત્મક સેન્ટિમેન્ટ જોઇએ ખુશ છીએ. તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં કંપનીની આટલી બધી કારોની ડીલીવરી કરી શકવાની અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. અને આનાથી સાબિત થયું છે કે લકઝરી કારના ખરીદદારો મર્સિડીઝ -બેન્ઝ બ્રાન્ડ અને ઉત્પાદનો પર વિશ્વાસ ધરાવે છે. તેમણે કંપનીના આઉટલુક માટે કહ્યું હતુ કે હજી બાકીના તહેવારોના સમયગાળા અને ત્રિમાસીક ગાળામાં કારોનું વેચાણ વધે એવી આશા ધરાવીએ છે. અમે બજારમાં નવાં ઉત્પાદનો દાખલ થવાની સાથે ત્રિમાસીક ગાળો અને વર્ષના બાકીના વેચાણની દ્રષ્ટિએ સારા રહે એ માટે પ્રયત્નશીલ છીએ.

(11:46 am IST)