Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સીરીયામાં રશિયાની એરસ્ટ્રાઇકઃ ૫૦થી વધુ મોતને ભેટયા

મોસ્કો, તા.૨૭: ઉત્તર સીરિયાના ઇદલિબ પ્રાંતમાં રશિયાના હવાઈ હુમલામાં ૫૦થી વધુ તુર્કી સમર્થિત લડાકુઓ મોતને ભેટ્યા છે.

આ હુમલામાં અને લડાકુઓ દ્યાયલ થયા છે. હવાઈ હુમલા પછી આ વિસ્તારમાં હિંસા વધી ગઈ છે.

ફાયલાક-અલ-શામ નામના એક સંગઠનના પ્રશિક્ષણસ્થળને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ હુમલા પછી ઇદલિબમાં રશિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ લાગુ કરાયેલો સંઘર્ષવિરામ ઘોંચમાં પડ્યો છે.

સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ઘમાં રશિયા અને તુર્કી વિરોધી પક્ષોનું સમર્થન કરી રહ્યા છે.

બ્રિટનસ્થિત સંગઠન સીરિયન ઓબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઇટ્સ પ્રમાણે મૃતકોની સંખ્યા ૭૮ હોવાની શકયતા છે.

સંગઠન પ્રમાણે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક છે અને મૃતકોની સંખ્યા હજી વધી શકે છે. સંગઠનનું કહેવું છે કે માર્ચમાં સંદ્યર્ષવિરામ લાગુ થયો એ પછીનો આ સૌથી મોટો હુમલો છે. આ હુમલો ઇદલિબ શહેરની ઉત્ત્।ર-પશ્યિમે આવેલા હારેમમાં થયો છે. સંઘર્ષવિરામ પછી આ ક્ષેત્રમાં સીરિયાની સેનાના હુમલા અટકી ગયા હતા. અહીંથી દસ લાખથી વધારે લોકો ઘર છોડીને જઈ ચૂકયા છે. સંઘર્ષવિરામ પછી અહીંથી થઈ રહેલી હિજરત પણ અટકી હતી.

સંઘર્ષવિરામ વખતે તુર્કીએ કહ્યું હતું કે જો સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનવાળું કોઈ પણ દળ હુમલો કરશે તો તુર્કી પાસે પૂરી તાકાતથી જવાબ આપવાનો અધિકાર હશે.

સીરિયામાં નવ વર્ષથી ગૃહયુદ્ઘની સ્થિતિ છે. ઇદલિબ છેલ્લો પ્રાંત છે, જે વિરોધીઓ અને જેહાદીઓના કબજામાં છે.

રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થન કરતાં દળોએ દેશના બાકી ભાગોમાંથી વિદ્રોહીઓને ખદેડી દીધા છે.

(12:51 pm IST)