Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

લદાખ સ્વાયત હીલ ડેવલપમેન્ટ કાઉન્સીલમાં ભાજપનો વિજયઃ પણ ૪ બેઠકનો ફટકો પણ પડયો

શ્રીનગરઃ કેન્દ્ર શાસીત પ્રદેશ બન્યા પછી લદાખમાં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. લદાખ હીલ ડેવલપમેન્ટ કાઉન્સીલમાં ભાજપને ૨૬માંથી ૧૫ બેઠક મળી છે. ગયા વખતે આ આંકડો ૧૮ હતો કોંગ્રેસને મોટો ફાયદો થયો છે. કોંગ્રેસની ગયા વખતે ૫ બેઠક હતી તે ડબલ એટલે કે ૯ થઇ છે. નેશનલ કોન્ફરન્સ (ઉમર અબ્દુલ્લા) અને પીડીપી (મહેબુબા મુફતી) ના પક્ષે ચૂ઼ંટણીનો બહિષ્કાર કરેલ. જયારે ચીફ એકઝી. કાઉન્સીલર ભાજપના ગ્યાલ પી. વાંગ્યાલ હારી ગયા છે.

(12:54 pm IST)