Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પ્રદુષણ રોકવા કેન્દ્ર લાવશે કાયદો

સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ચાર દિવસમાં રજૂ કરશે ડ્રાફટ

નવી દિલ્હી,તા.૨૭ : દેશના કેટલાય ભાગોમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે પરાળને બાળવાનું રોકવા અને પોલ્યુશનની સમસ્યા સામે લડવા માટે તે જલ્દી એક કાયદો લાવવા જઇ રહી છે. ત્યાર પછી કોર્ટે પરાળ બાળવાનું રોકવા માટે લેવાઇ રહેલા પગલાની નિગરાણી માટે કમિટી બનાવવાના આદેશને સ્થગિત કરી દીધો

કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલે કહ્યું ''કેન્દ્રએ આ બાબતે નિતી બનાવી છે. કોર્ટ સમક્ષ ચાર દિવસમાં વાયુ પ્રદુષણ રોકવા માટે બનાવાઇ રહેલ કાયદાનો ડ્રાફટ રજૂ કરી દેવાશે. પ્રદુષણ રોકવા માટે યુધ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે'' આના પર અરજદારે કહ્યું કે પરાળ બાળવાની ઘટનાઓ સતત બની રહી છે. અને પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. કેન્દ્રનો કાયદો તો આવતા વર્ષે આવશે. પછી સુપ્રિમ કોર્ટે કહ્યુ કે જો કેન્દ્ર સરકાર કાયદો બનાવવાની જ હોય તો પરાળ સળગાવવા પર નિગરાણી રાખવા અંગેના જે આદેશો અમે આપ્યા હતા તેની જરૂર નથી એટલે તેને સ્થગિત કરવામાં આવે છે. (૨૫.૭)

દેશમાં ટોપ ટેન પ્રદુષિત શહેરોમાં ૯ યુપીના

શહેરની હવામાં પ્રદુષણ સ્તર ફરીથી વધવા લાગ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર, રવિવારે શહેરનો એકયુઆઇ ૩૧૪ નોંધાયો હતો, જે સોમવારે વધીને ૩૩૪ (અત્યંત ખરાબ) થઇ ગયો. દેશભરના પ્રદૂષિત શહેરોમાં લખનૌ નવમા સ્થાને હતું. જ્યારે દેશભરમાં ટોપટેન પ્રદૂષિત શહેરોમાં યુપીના સૌથી વધારે એટલે કે નવ શહેરો છે.

(12:55 pm IST)