Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બિહાર ચુંટણી પ્રચાર

પ્રથમ ચરણ પ્રચારમાં ૭ નિશ્ચય, જોબ, જેલ અને ૯ બાળકોના મુદા છવાયેલા રહ્યા

નવી દિલ્હી, તા.૨૭: બિહારમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ ચરણનો ચુંટણી પ્રચાર ગઇકાલે સાંજે થમી ગયો. પ્રથમ ચરણના ૧૬ જીલ્લાની ૭૧ સીટો પર પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ રીતે તાકાત લગાવી દીધી. પ્રથમ ચરણના ચુંટણી પ્રચારમાં બેરોજગારી અને લાલુનો જંગલરાજનો મુદો સૌથી વધુ હાવી રહ્યો. તેજસ્વી તેમની દરેક રેલીમાં ૧૦ લાખ રોજગાર આપવાના વાયદાનો ઉલ્લેખ કરીને નજર આવ્યા તો નીતીશકુમાર તેમના ૭ નિશ્ચયથી ચુંટણી કેમ્પન શરૂ કર્યુ હતું. લાલુ રાજના બહાને આરજેડી પર હુમલો કર્યો અને કહ્યું કે ૮-૮, ૯-૯ બાળકો પેદા કરતા બિહાર તો વિકાસ કરવા ચાલ્યા છે. બીજી બાજુ બીજેપી દ્વારા રામમંદિર નિર્માણ અને જમ્મુકાશ્મીરને ધારા ૩૭૦ને હટાવાની કવાયતની સાથે ત્રાસવાદનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો.

(2:27 pm IST)