Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બે બહેનો પર ૧૫ જણે સતત છ દિવસ ગેંગરેપ કર્યો

પાકિસ્તાનના ફૈસલાબાદની ચોંકાવનારી ઘટના

 ફૈસલાબાદ, તા.૨૭: પાકિસ્તાનના ફૈસલાબાદમાં ગેંગરેપની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પંદર વ્યકિતઓએ સતત છ દિવસ સુધી બે સગીર વયની બહેનો પર ગેંગરેપ કર્યો હતો. આ છોકરીઓની માતાએ કરેલી ફરિયાદના પગલે આ દ્યટના બહાર આવી હતી.

આ છોકરીઓની માતાએ જણાવ્યા મુજબ સપ્ટેંબરની ૧૧મીએ કેટલાક લોકો આવીને મારી પંદર અને સત્ત્।ર વર્ષની બે પુત્રીઓને ઉપાડી ગયા હતા. ત્યારબાદ વિવિધ સ્થળે એમને લઇ જઇને ગેંગરેપ કરતા હતા. આ દ્યટનાની વિડિયો કલીપ પણ ઊતારી હતી. અમે ગરીબ માણસો છીએ. આ લોકો સામે લડી શકીએ એવી અમારી સ્થિતિ નથી. અમે વકીલોની ફી ચૂકવવાના પૈસા પણ ખર્ચી શકીએ એમ નથી એટલે અમે આ ઘર છોડીને અન્યત્ર રહેવા જવાનો નિર્ણય કર્યો હતો.

આ છોકરીએા પાછી દ્યરે આવી ત્યારપછી પણ પેલા માથાભારે પરિબળોએ એમનો પીછો છોડ્યો નહોતો. સતત એમને હેરાન કરવામાં આવતા હતા.

આ એકલદોકલ કિસ્સો નથી. પાકિસ્તાનમાં ગેંગરેપના કિસ્સા હવે રોજના થઇ પડ્યા હતા. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં અપહરણ અને ગેંગરેપના કિસ્સા સરકાર માટે માથાના દુખાવા જેવી થઇ પડ્યા હતા. તાજેતરમાં લાહોર-સિયાલકોટ હાઇવે પર કેટલાક લોકોએ બે બાળકની માતા પર ગેંગરેપ કર્યો હતો. હવે પાકિસ્તાનમાં પણ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી થઇ હતી.

(3:30 pm IST)