Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મુંબઇમાં ડ્રોન કે મિસાઇલથી આતંકી હુમલાની આશંકા

મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગે સરકારને એલર્ટ રહેવા જણાવ્યું: ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ

મુંબઇ, તા.૨૭: ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં મોટો આતંકી હુમલો થઇ શકે છે. હુમલાની આશંકાના ઇનપુટ ગુપ્તચર વિભાગે મુંબઇ સરકારને આપ્યા છે. ગુપ્તચર વિભાગના પત્ર બાદ હવે મુંબઇમાં એલર્ટ રજૂ કરી દેવાયું છે. આખા શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મુંબઇ પોલીસએ એક આદેશ રજૂ કર્યો છે. તેમાં કહ્યું છે કે આતંકવાદી અને રાષ્ટ્રદ્રોહી લોકો ડ્રોન, રિમોટથી ચાલતા માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલ, પેરા ગ્લાઇડર દ્વારા હુમલો કરી શકે છે. આતંકીઓનો ટાર્ગેટ VVIP કે ભીડવાળી જગ્યા હોઇ શકે છે. કાયદો વ્યવસ્થા બગડવાની સાથે જ સાર્વજનિક સંપત્ત્િ।ઓને નુકસાન પહોંચી શકે છે.

૩૦ દિવસ સુધી લાગૂ રહેશે આદેશ

ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇમાં એલર્ટ જાહેર કરાયું છે. પત્રમાં કહ્યું છે કે ઇનપુટને ધ્યાનમાં રાખતા કોઇપણ ફ્લાઇંગ ઓબ્જેકટને ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરમાં કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. આદેશમાં કહ્યું છે કે આવનારા ૩૦ દિવસ સુધી આ આદેશ લાગૂ રહેશે.

મુંબઇ પોલીસે કહ્યું ગભરાશો નહીં

બીજીબાજુ મુંબઇ પોલીસ (Mumbai Police)ના ડીસીપી ચૈતન્ય એ લોકો માટે એક અપીલ કરી છે. તેમણે અપીલમાં કહ્યું છે કે લોકોએ આતંકી હુમલાના આદેશને લઇ ગભરાવાની જરૂર નથી. લોકો ડરશે નહીં બસ એલર્ટ રહો.

(3:33 pm IST)