Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

લાહૌલ-સ્થીતી વિસ્તારમાં સીઝનની પહેલી બરફ વર્ષા : ૨ થી ૫ સેમી. હિમપાત

રોહતાંગ : લાહોલના ગ્રામીણ વિસ્તારોમાં રવિવારની રાતે ઠંડીની સીઝનની પહેલી બરફ વર્ષા થઇ હતી. આ પહેલા મે ના અંતમાં બરફવર્ષા થયેલ.

ધૌલા ધારતી ઊંચી પર્વતમાળા, સૌબી રેન્જની પહાડીઓ, ધેપન પીક સહિત ચંદ્રાઘાટીના કોકસર, સિરસૂ, અંગસર, ગોંધલા તથ્સસ તોદઘાટીના કાલોંગ, તિનો, યોચે અને દારચામાં બે થી ત્રણ સે.મી. હિમપાત થયેલ. રોહતાંગ અને બારાલાચામાં પાંચ જ્યારે કુંજમમાં ૪ સેમી. બરફ પડેલ. જેથી વિસ્તારમાં શિતલહેર પ્રસરી હતી.

કેલાંગના ઊંચાઇવાળા વિસ્તારો સફેલ બરફથી છવાઇ ગયેલ. રાહેતાંગ થી લઇને મનાલી-લેહમાર્ગ, કેલાંગ-કાઝા માર્ગ ઉપર વાહનોની અવર-જવર સામાન્ય છે. જ્યારે ચંદ્રતાલ જતા વાહનોને કોકોસર ખાતે રોકવામાં આવેલ.

ચંબાના આસપાસમાં પણ તાજી બરફ વર્ષા, થઇ છે. તંત્રએ કિલાડ-ચંબા રૂટ ઉપર ચાલતી બસોને બંધ કરી છે.

(3:40 pm IST)