Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ઇન્ટરનેટ એકસપ્લોરર બંધ થશે

માઇક્રોસોફટનું લોકપ્રિય વેબ બ્રાઉઝર

નવી દિલ્હી : માઇક્રોસોફટે પોતાના લોકપ્રિય ઇન્ટરનેટ એકસપ્લોરરને બંધ કરવાની તૈયારી કરી છે. વૈશ્વિક સ્તરે એકસપ્લોરરનો માર્કેટ શેર ફકત પ ટકા રહી ગયા છે. હવે જો કોઇ યુઝર એકસપ્લોરરનો ઉપયોગ કરી કોઇ સાઇટ ઉપર જવાનો પ્રયાસ કરશે તો તેને સીધુ જ માઇક્રોસોફટ એજ ઉપર રીડાયરેકટ કરી દેવાશે. આ રીડાયરેકશન ઇન્ટરનેટ એકસપ્લોરર બ્રાઉઝર હેલ્પર ઓબ્જેકટની મદદથી કરાશે. આ ફીચર અત્યારે ૧૧૫૬ વેબસાઇટ ઉપર કામ કરી રહ્યુ છે, જેમાં મોટા ભાગની સોશ્યલ મિડીયા સાઇટનો પણ સમાવેશ થાય છે.

(3:42 pm IST)