Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

PMGKY: સરકાર ત્રીજું પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં : માર્ચ સુધી મળી શકે છે ફ્રીમાં અનાજ અને કેશ!

કોરોના મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ ૩.૦ લાવવાની તૈયારી કરી રહી છે

નવી દિલ્હી, તા.૨૭: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ ૩.૦ લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સરકાર આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)ના ફાયદાને આગામી વર્ષ માર્ચ સુધી વધારી શકે છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાની અવધિને વધારવાનો પ્લાન બનાવી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીમને સરકારે નવેમ્બર સુધી લંબાવી દીધી હતી.

માર્ચ સુધી વધારી શકાય છે યોજનાના ફાયદા

નોંધનીય છે કે, દેશની ગરીબ જનતાને કોરોનાવાયરસ મહામારીથી બચવા માટે સરકારે PMGKY યોજનાની દ્યોષણા માર્ચમાં કરી હતી. પહેલા આ યોજનાને જૂન સુધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ દેશની સ્થિતિને જોતાં સરકારે તેને નવેમ્બર ૨૦૨૦ સુધી વધારવાની જાહેરાત કરી અને હવે ફરી એકવાર અહેવાલો છે કે સરકાર આ યોજનાના ફાયદાને માર્ચ સુધી વધારી શકે છે.

લાઇવમિન્ટના અહેવાલ મુજબ, આ યોજનામાં સરકાર કેશની સાથોસાથ અનાજ આપવાની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે પ્રોત્સાહન પેકેજ ૩.૦માં માંગ વધારનારા અને સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરવામાં આવ્યું છે.

PMGKYમાં કેશ ટ્રાન્સફર સ્કીમને સામેલ કરવામાં આવી શકે છેરિપોર્ટ મુજબ, ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર ૨૦ કરોડ જનધન ખાતા અને ૩ કરોડ ગરીબ સીનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરી શકે છે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ PMGKYનોહિસ્સો છે.

PMGKYમાં શું લાભ મળે છે?

 PMGKY હેઠળ સરકાર એક વ્યકિતને એક મહિનામાં પાંચ કિલો ચોખા કે દ્યઉં મફત આપે છે. સરકારની આ યોજનાનો ફાયદો દેશના લગભગ ૮૧ કરોડ લોકોને મળી રહ્યો છે.

 આ ઉપરાંત ૧૯.૪ કરોડ હાઉસહોલ્ડને દર મહિને ૧ કિલો ચણા મફત આપવામાં આવે છે.

 નોંધનીય છે કે અનાજ નેશનલ ફુડ સિકયુરિટી એકટ હેઠળ આપવામાં આવી રહ્યું છે.

બિહારની ચૂંટણી પહેલા જાહેર થઈ શકે છે પેકેજ

રિપોર્ટ મુજબ, સરકાર ટૂંક સમયમાં આ પેકેજને લાવી શકે છે અને સરકારને આ પેકેજના રાજકીય પરિણામ પણ મળી શકે છે. બિહાર ચૂંટણી પહેલા આ પેકેજ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત, ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ૧૧ અન્ય રાજયોમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

(3:55 pm IST)