Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચીને ગુજરાતમાંથી સીધી તેલની ખરીદી કરતા સીંગતેલના ભાવ ભડકે બળ્‍યા

રાજકોટઃ સીંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર સીંગતેલ મિલર્સ એસોસિયેશનના કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે સીંગતેલના ભાવ ભડકે બળવાનું કારણ એ છે કે ચીન સામાન્ય રીતે આપણે ત્યાંથી સીંગના દાણા કે મગફળીની ખરીદી કરે છે અને તેને ત્યાં તેનું પીલાણ કરીને સીંગતેલ બનાવે છે. તેની સામે આ વખતે તેણે ફક્ત ગુજરાતમાંથી સીધી તેલની ખરીદી કરી છે. આ સિવાય આ વર્ષે મગફળીનો પાક અપેક્ષા કરતાં ઓછો આવ્યો છે અને જે પાક છે તેમા પણ ગુણવત્તા ઓછી છે. તેના લીધે તેલના ભાવ ઊચકાયા છે. તેમનું માનવું છે કે આ તેજી હજી પણ જારી રહી શકે છે.

(5:12 pm IST)