Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

' બિડન હેરિસ પ્રેસિડન્શીઅલ કેમ્પેઇન ' : સાઉથ એશિયા બ્લોક પાર્ટીના ઉપક્રમે યોજાઈ ગયેલો ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ : ઝૂમના માધ્યમથી યોજાયેલા વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ડઝન ઉપરાંત મહાનુભાવો સહીત 1300 લોકો જોડાયા

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં આ વખતે સૌપ્રથમવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હસને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને સમર્થન આપવા સાઉથ એશિયા બ્લોક પાર્ટીના ઉપક્રમે  14 ઓક્ટોબરના રોજ ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં ડઝન  ઉપરાંત મહાનુભાવો સહીત 1300 લોકો જોડાયા   હતા.
           આ મહાનુભાવોમાં ન્યુયોર્ક સાઉધર્ન ડીસ્ટ્રીકટ પૂર્વ યુ.એસ.એટર્ની શ્રી પ્રીત ભરારા ,ટેનિસ ચેમ્પિયન શ્રી અશોક અમરીત રાજ  ,એક્ટર્સ મીંડી કેલિન્ગ ,પુર્ણા જગન્નાથન ,કુમેલ નાનજીયાની ,મૌલિક પંચોલી ,લીલી સિંઘ ,સિન્ધી રામમૂર્તિ ,રિઝવાન મનજી ,રવિ પટેલ સહિતનાઓનો સમાવેશ થતો હતો.સહુએ એકી અવાજે બિડન તથા હેરિસને સમર્થન આપી યોગ્ય ઉમેદવારો ગણાવ્યા હતા.

(6:53 pm IST)