Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ઈસ્લામિક કટ્ટરપંથીઓ સામે મેક્રોન સરકારના કડક પગલાં

ફ્રાન્સ ઈસ્લામિક દશોની ધમકી સામે ન ઝૂક્યું : ઈસ્લામિક આંદોલનમાં સામેલ એક મસ્જિદને સિલ કરાઈ

પેરિસ, તા. ૨૭ : તુર્કી દ્વારા બહિષ્કારના આહ્વાન બાદ પણ ફ્રાંસે શિક્ષક સૈમુઅલ પૈટીનું ગળુ કાપીને હત્યા કર્યાની ઘટના બાદ ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરૂદ્ધ આકરા પગલા ભરવાનું યથાવત રાખ્યું છે. ફ્રાંસે રાજધાની પેરિસના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા કટ્ટ્રપંથીઓને પોતાનું નિશાન બનાવ્યા છે. ફ્રાંસના અધિકારીઓએ 'ઈસ્લામિક આંદોલનમાં શામેલ હોવાનાલ્લ આરોપસર આ મસ્જિદને જ સીલ કરી દીધી છે.

અધિકારીઓએ મસ્જિદ સાથે સંકળાયેલા લોકો પર શિક્ષક સેમ્યુઅલ પૈટીને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ફ્રાંસના અધિકારીઓએ સેમુઅલની હત્યા બાદ તુરંત અને આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મોટી સંખ્યામાં લોકોની પુછપરછ પણ કરવામાં આવીર અહી છે અને ભવિષ્યની કાર્યવાહી માટે પણ આકરો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ

ફ્રાંસની સરકારે જાહેરાત કરી છે કે, અત્યાર સુધીમાં ૧૨૦ સ્થળો અને સંગઠનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ પર કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આતંકવાદીઓને મળતા પૈસા પર પણ પ્રતિબંધ માટે મોટા પ્રમાણમાં યોજના બનાવવામાં આવી રહી છે. આ સાથે શિક્ષકોને મદદ આપવામાં આવશે અને સોશિયલ મીડિયા કંપનીઓ પર દબાણ વધારવામાં આવશે જેથી કરીને ઉશ્કેરણીજનક સામગ્રી પર પ્રતિબંધ લગાવી શકાય. બીબીસીના રિપોર્ટ પ્રમાણે ફ્રાંસે અત્યા સુધી આ પ્રકારની આકરી કાર્યવાહી મૈક્રોના કાર્યકાળ દરમિયાન કોઈ પણ આતંકી હુમલા બાદ નથી કરવામાં આવી. રાજનૈતિક વિશ્લેષક જેરોમે કહ્યું હતું કે, ટીચર પર હુમલો એક અલગ જ હતો. તેમાં એક શિક્ષકને નિશાન બનાવવામાં આવ્યો અને તે પણ અત્યંત ક્રુરતાપૂર્વક. ત્યાર બાદ સરકાઅરના વલણમાં આ ફેરફાર આવ્યો છે.

૧૬ ઓક્ટોબરે પેરિસાના ઉપનગરીય વિસ્તારોમાં એક શિક્ષકની મોહમ્મદ પૈગંબરનું કાર્ટૂન દિખાડવાને કારણે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ મેક્રોને તેને ઈસ્લામિક આતંકવાદ ગણાવ્યો હતો. મેક્રોને કહ્યું હતું કે, ઈસ્લામ એક એવો ધર્મ છે કે જેનાથી આખી દૂનિયા સંકટમાં છે. તેમને ડર છે કે, ફ્રાંસની લગભગ ૬૦ લાખ મુસલમાનોની વસ્તી સમાજની મુખ્યધારાથી અલગ થલગ પડી શકે છે. ત્યાર બાદ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ઈસ્લામિક દેશોમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે.

(9:16 pm IST)