Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આંખી દાસે ફેસબુકમાંથી આપ્યું રાજીનામું: ભાજપનો પક્ષ લેવાનો લાગ્યો હતો આરોપ

આંખી દાસે કહ્યું કે, તેણે રાજીનામુ એટલે આપ્યું છે જેથી તે જનતાની સેવા કરી શકે

નવી દિલ્હીઃ ભારતમાં ફેસબુકની ટોપ એક્ઝિક્યુટિવ આંખી દાસે રાજીનામું આપ્યું છે તે ભારતમાં પબ્લિક પોલિસીની પ્રમુખ છે. તેણે રાજીનામું તે આરોપોના થોડા મહિના બાદ આપ્યું છે, જેમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ફેસબુકની કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેતા હસ્તક્ષેપ કરી રહી છે. પરંતુ ફેસબુકે તે આરોપોને નકારી દીધા હતા.

આંખી દાસના રાજીનામાં બાદ તેના નજીકના લોકોએ કહ્યું કે, તેના રાજીનામાને તેના પર હાલમાં લાગેલા આરોપો સાથે લેવાદેવા નથી.આંખી દાસે કહ્યું કે, તેણે રાજીનામુ એટલે આપ્યું છે જેથી તે જનતાની સેવા કરી શકે, જે તે હંમેશાથી કરવા ઈચ્છતી હતી.

પોતાના સહકર્મિઓને મોકલેલા એક મેસેજમાં આંખી દાસે જૂના દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું છે- આપણે તે સમયે એક નાનું સ્ટાર્ટઅપ હતા, જેને ભારતમાં લોકોની સાથે જોડાવાનું હતું. હવે 9 વર્ષ બાદ મને લાગે છે કે આપણે આપણું લક્ષ્‍ય લગભગ હાસિલ કરી લીધું છે. તેણે માર્ક ઝુકરબર્ગનો આભાર વ્યક્ત લખ્યું કે, તેને આશા છે કે તેણે કંપનીને સારી રીતો પાતાનો સમય આપ્યો છે અને આગળ પણ તે કંપની સાથે જોડાયેલી રહેશે.

(9:32 pm IST)