Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

IPL -2020 : દિલ્હી કેપિટલ્સનો રકાસ : સનરાઇઝર્સ હૈદરાબાદે 88 રને હરાવ્યું

ડેવિડ વોર્નરે 34 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રન અને રિદ્ધિમાન સાહાએ 45 બોલમાં 87 રન ફટકાર્યા : બંને વચ્ચે 107 રનની ભાગેદારી: હૈદરાબાદના 219 રનના જવાબમાં દિલ્હીની આખી ટીમ 19 ઓવરમાં 131 રન જ કરી શકી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ની 47મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં હૈદરાબાદે દિલ્હીને 88 રને હરાવ્યું છે. રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર રન આપી 3 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન શાહે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 107 રનની ભાગેદારી થઇ હતી. ડેવિડ વોર્નરે 34 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રન કર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 45 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી હતી. તે સિવાય મનીષ પાંડે અણનમ 44 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 219 રન બનાવ્યા. હતા

 

દિલ્હી કેપિટલ્સની બોલિંગ ખૂબ જ નબળી રહી અને તેના બોલરોએ 20 ઓવરમાં 219 રન ખર્ચી નાંખ્યા. દિલ્હીના બોલર માત્ર બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા. દિલ્હી તરફથી અશ્વિન અને નોર્તજેએ 1-1 વિકેટ ઝડપી.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ અપેક્ષા મુજબ સારી રહી હતી અને તેના બોલરોએ દિલ્હીને 131 રને રોકી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી હતી. રાશિદે ફરી એકવાર દિલ્હીના બેટ્સમેનોને રન ના બનાવવા દીધા. તેણે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 7 રન આપ્યા અને 3 વિકેટ ઝડપી. તે સિવાય સંદિપ શર્મા અને નટરાજને 2-2 વિકેટ ઝડપી. જ્યારે શાહબાજ નદીમ, જેસન હોલ્ડર, વિજય શંકરે 1-1 વિકેટ ઝડપી.

સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 220 રનનો લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેની બે વિકેટ 14 રને પડી ગઇ હતી. શિખર ધવન શૂન્ય રને આઉટ થયો હતો. તે પછી માર્કસ સ્ટોઈનિસ 5 રને આઉટ થયો હતો. શિમરોન હેટમાયર 16 રને આઉટ થયો હતો. અજિંક્ય રહાણએ19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન કરી આઉટ થયો હતો. તે પછી શ્રેયસ ઐયર 7 રન આઉટ થયો હતો.તે પછી અક્ષર પટેલ 1 રનેઆઉટ થયો હતો. સૌથી રન રિષભ પંતે બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 36 રન કર્યા. દિલ્હીની આખી ટીમ 19 ઓવરમાં 131 રન જ કરી શકી.

(11:43 pm IST)