Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

નવા કૃષિ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ દેશના પણ હિતમાં નથી: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ વિડિઓ કોન્ફ્રન્સથી અમેઠીના જામો બ્લોકની ન્યાય પંચાયત દાખીનવાડાની બેઠકને સંબોધન કરી

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમેઠીની જનતાને સંબોધન કરતાં કહ્યું કે કેન્દ્રના આ નવા કૃષિ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ આ કાયદો દેશના પણ હિતમાં નથી.

આ સાથે જ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અમેઠીના લોકો સાથેના તેમના સંબંધો બનાવતા કહ્યું કે અમેઠી સાથેના મારા સંબંધો રાજકીય નહીં પણ કૌટુંબીક છે. કોંગ્રેસ કાર્યકરોને પ્રિયંકાએ કહ્યું કે સંગઠન નિર્માણ આપણા બધાની પહેલી પ્રાથમિકતા છે. પ્રિયંકા ગાંધી આ કોન્ફરન્સિંગ દ્વારા અમેઠીના જામો બ્લોકની ન્યાય પંચાયત દાખીનવાડાની બેઠકને સંબોધન કરી રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે આવનાર છે. આથી જ પ્રિયંકા ગાંધીએ જમીની સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવાની શરૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે નવા વર્ષ નિમિત્તે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 10 લાખ કેલેન્ડર મોકલ્યા છે. કોંગ્રેસ નેતાઓએ હવે આ કેલેન્ડર્સ દરેક ગામ-ગામ અને ઘર-ઘર સુધી પહોંચાડવાના છે.

(12:48 am IST)