Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમેરિકાના 232 વર્ષના ઈતિહાસમાં જેનેટ યેલેન બન્યા પ્રથમ મહિલા નાણામંત્રી

74 વર્ષિય યેલેન અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની ગવર્નર રહી ચૂક્યા છે

વોશિંગ્ટન: અમેરિકાની પ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે જાણીતા અર્થશાસ્ત્રી જેનેટ યેલેનને નાણામંત્રી પદની શપથ અપાવી હતી આ રીતે યેલેન અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા નાણામંત્રી બની ગઈ છે

  ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ યેલેન દેશની 78મી નાણામંત્રી બન્યા છે અને અમેરિકાના 232 વર્ષના ઈતિહાસમાં સંસ્થાની પ્રથમ મહિલા પ્રમુખ છે આ પહેલા અમેરિકન સેનેટે તેમને નાણામંત્રી બનાવવાના નિર્ણય પર મુહર લગાવી દીધી હતી

  74 વર્ષિય યેલેન આનાથી પહેલા અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની ગવર્નર રહી ચૂક્યા છે. તેમને 2014થી 2018 દરમિયાન ફેડરલ રિઝર્વની આગેવાની કરી હતી

 પાછલા 25 જાન્યુઆરીથી 84 Vs 15 મતથી યેનેટને નાણામંત્રીની નામાંકનને મંજૂરી આપી દીધી છે. હવે યેલેન સમક્ષ કોરોના વાયરસ મહામારીના કારણે ખરાબ થઈ ચૂકેલી અર્થવ્યવસ્થાને ઠિક કરવાની જવાબદારી છે.

યેલેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જો બાઈડનના મંત્રીમંડળના ત્રીજા સભ્ય બની ગયા છે, જેની નિયુક્તિને સેનેટની મંજૂરી મળી ગઈ છે.

(10:38 am IST)