Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

આબુમાં ઠંડીનું જોર વધ્યું, સહેલાણીઓ ઠંડા પવનથી ઠૂંઠવાયા

માઉન્ટ આબુમાં માઇનસ ૪ ડિગ્રી તાપમાન, બરફની ચાદરો છવાઇ

નળમાં આવતું પાણી જામી જતાં બપોર સુધી લોકોએ રાહ જોવી પડી

આબુ,તા.૨૮ : ઉત્તર,ભારતમાં પડી રહેલ હીમ વર્ષાને પગલે ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેના કારણે રાજેસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુના ગુરૂ શિખર પર પાણીમાં બરફના થર જામી જતા અહીં આવતા સહેલાણીઓ ઠંડા પવનના સુસવાટાથી ઠૂંઠવાયા હતા. બુધવારે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી નોંધાતા હાડ થિજવતી ઠંડીનો અનુભવ થયો હતો. પારો ગગડતા ગાડીઓના છત પર અને ખુલ્લી જગ્યામાં બરફની ચાદરો છવાઇ ગઇ હતી ગાર્ડન અને ઘરની બહાર રાખેલ પાણીનો પણ બરફ થઇ ગયો હતો. ગુરૂ શિખરમાં પાણીમાં બરફના થર જામી ગયા હતા. પારો માઇનસ ચાર  ડિગ્રી જેટલો નીચો જતા નળમાં આવતું પાણી જામી જવાને કારણે બોપર સુધી સ્થાનીક રહીશોને રાહ જોવી પડે છે. અથવા તો ટેન્કર દ્વારા પાણી મેળવવું પડે છે. રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થિજવતી ઠંડીનું જોર ઘટ્યું છે. માઉન્ટ આબુ સીટી વિસ્તારમાં દિવસે પણ બોન ફાયર ચાલુ રાખવા પડે તેવી સ્થિતી હતી. ઠંડીનું જોર વધતા સહેલાણીઓની સંખ્યા ઘટતા રસ્તાઓ સૂમસામ બન્યા હતા માઉન્ટ આબુમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ કુંભારવાડા અને ગુરૂ શિખર પર વર્તાય છે. તેના પગલે બપોરે બાદ ગુરૂ શિખર પર સહેલાણીઓ જતાં નથી.

(11:31 am IST)