Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રોકાણકારો આનંદોઃ IPOમાં ૧૫,૦૦૦ને બદલે ૭,૫૦૦ રૂપિયાનો એક લોટ કરી શકે છે SEBI

સેબીને અનેક રિટેલ ઇન્વેસ્ટર એસોસિએશન તરફથી ફરિયાદ મળી છે કે નાના રોકાણકારો લોટ સાઇઝ મોટી હોવાથી IPOમાં રોકાણ કરી શકતા નથી

મુંબઈ, તા.૨૮: શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટનું સંચાલન કરતી SEBI IPOમાં રોકાણની રકમ ૧૫,૦૦૦થી ઘટાડીને ૭,૫૦૦ કરવાની તૈયારી કરી રહી છે. હાલ IPOમાં એક લોટ માટે વધારેમાં વધારે ૧૫,૦૦૦ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે.

મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે, એક સૂત્રએ જણાવ્યું કે, સેબીને અનેક રિટેલ ઇન્વેસ્ટર એસોસિએશન તરફથી ફરિયાદ મળી છે કે નાના રોકાણકારો લોટ સાઇઝ મોટી હોવાથી IPOમાં રોકાણ કરી શકતા નથી.

અન્ય એક સૂત્રએ કહ્યું કે, સેબી મિનિમમ એપ્લિકેશન સાઇઝ ૧૫,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૭,૦૦૦-૮,૦૦૦ રૂપિયા કરી શકે છે. જો રોકાણની રકમ ઓછી હોય તો વધારે રોકાણકારો આઈપીઓ ભરવા માંગશે.

ગત વર્ષે એવા અનેક IPO સફળ રહ્યા હતા જેમાં નાના રોકણકારોએ મોટા પ્રમાણમાં પૈસા લગાવ્યા હતા. Happiest Minds Technologiesનો IPO ગત વર્ષે સૌથી સફળ આઈપીઓમાં શામેલ છે. આ આઈપીઓ ૧૫૦ ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૭૦.૯૪ ટકા ભરાયો હતો. ગતા વર્ષે બેકટર્સ ફૂડના આઈપીઓનો રિટેલ હિસ્સો ૬૮ ગણો ભરાયો હતો.

મઝગાંવ ડોકના આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ફાળો ૩૬ ગણો અને IRCTCમાં ૧૫ ગણો હતો. આ તમામ આઈપીઓ પ્રિમિયમમાં ખુલ્યા હતા. જોકે, રિટેલ રોકાણકારોને ખૂબ ઓછા શેર મળ્યાં હતાં.

(1:06 pm IST)