Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

TCS વિશ્વની ત્રીજી સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી આઇટી સર્વિસ બ્રાન્ડ બની ગઈ

પ્રથમ નંબરે એક્સેન્ચર, બીજા નંબરે આઈબીએમ, ત્રીજા નંબરે TCS, ચોથા નંબરે ઇન્ફોસિસ અને પાંચમા નંબરે કોગ્નિજેન્ટ

મુંબઈ :ભારતીય કંપની ટાટા કંસલ્ટેંસી સર્વિસ વિશ્વની ત્રીજી સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી આઇટી સર્વિસ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સના નવા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વર્ષની ગ્લોબલ બ્રાન્ડ રેન્કિંગમાં પ્રથમ નંબરે એક્સેન્ચર, બીજા નંબરે આઈબીએમ, ત્રીજા નંબરે TCS, ચોથા નંબરે ઇન્ફોસિસ અને પાંચમા નંબરે કોગ્નિજેન્ટ છે.

ટોપ 10ની ગ્લોબલ રેન્કિંગમાં 4 ભારતીય આઇટી સર્વિસ કંપનીઓ છે. જેમાં TCS,ઇન્ફોસિસ,HCL અને વિપ્રોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીસીએસ ઝડપથી બીજા નંબરની બ્રાન્ડ IBMની નજીક પહોંચતી જોવા મળી રહી છે.તાજેતરના રેન્કિંગમાં ઇન્ફોસિસે કોગ્નિજેન્ટને પાછળ છોડી દીધી છે. ટોપ 10 બ્રાન્ડ્સમાં ઇન્ફોસિસની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી ઝડપથી વધારો થયો છે.

બીજી તરફ HCL સાતમા ક્રમે છે જ્યારે વિપ્રો નવમાં સ્થાને છે. ટેક મહિન્દ્રા 15માં સ્થાને છે અને તેની બ્રાન્ડ વેલ્યુ 2.3 અબજ ડોલર છે. આ વર્ષનાં રિપોર્ટમાં LIT આ સેક્ટરમાં સૌથી ઝડપી ગતિથી આગળ વધી રહેલ બ્રાન્ડ બની ગયું છે.LITની બ્રાન્ડ વેલ્યુ 37 ટકા વધી છે. 98.2 કરોડ ડોલરની વેલ્યુ સાથે તે 21માં ક્રમે છે. છેલ્લાં 5 વર્ષમાં LITની બ્રાન્ડ વેલ્યુ દરવર્ષે ડબલ ડિજિટમાં વધી છે

(1:56 pm IST)