Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બાગપત-મેરઠમાં પોલીસે ધરણા સ્થળેથી ખેડૂતોને ખદેડાયા હળવો લાઠીચાર્જ : અનેક ઘવાયા : ધરણા બંધ કરાવ્યા

પોલીસે તંબુ ઉપાડીને ફેંકી દીધાનો આરોપ

બાગપત : દિલ્હીની ઘટના બાદ બાગયતમાં પોલીસ પ્રશાસને મોટી કાર્યવાહી કરીને ૪૦ દિવસથી ચાલી રહેલા ધરણાને ખત્મ કરી દેવામાં આવ્યા છે. આરોપ છે કે પોલીસકર્મીઓએ દિલ્હી-સહારનપુર હાઇવે પર એક સાઇડ પર બેઠેલા હજારો ખેડૂતોને ઘટના સ્થળેથી ટેન્ટ સુધી ઉખાડી ફેંકીશુ અને લાઠીચાર્જ પણ કર્યો. ઘટનાસ્થળ પર તનાવને જોઇને પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

બડૌતમાં કૃષિ કાયદાના વિરોધમાં અંદાજે ૪૦ દિવસ પૂર્વ ખાપ ચૌધરી સુરેન્દ્રસિંહના નેતૃત્વમાં ધરણાની શરૂઆત થઇ હતી. બાદમાં સુરેન્દ્રસિંહ ધરણાથી અલગ-થલગ થઇ ગયા હતા. સુરેન્દ્રસિંહના તથા બીજા ખાપોએ ચૌધરીઓએ નેતૃત્વ સંભાળ્યું ધીરે ધીરે અનેક કિસાન સંગઠનોથી સાથે ખાપ ચૌધરી સુરેન્દ્રસિંહ બીજીવાર ઘટનાસ્થળ પર પરત આવ્યા. પોલીસ પ્રશાસનનું કહેવુ હતુ કે ધરણા સમાપ્ત કરી દો અંદાજે અઢી કલાક સુધી ચાલી રહેલા વાર્તા પરીણામરૂપ રહી નથી. ખેડૂતોએ ૩૧ જાન્યુઆરીએ મહાપંચાયતનું એલાન કર્યુ હતુ પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ઘટનાસ્થળને ખાલી કરાવ્યું છે. પોલીસના પહોંચતા જ ઘટના સ્થળ પર દોડધામ મચી ગઇ છે. પોલીસ ખેડૂતોના સામાન જબરદસ્થી લઇ ગયા હતા.

(3:11 pm IST)