Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મુંબઈ નજીકના ભિવંડીમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ : કરોડોના કપડા ખાક

મુંબઇ,તા. ૨૮: મહારાષ્ટ્ર ના ભિવંડીમાં MIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ ભિવંડી તાલુકાના સરવલી એમઆઈડીસી વિસ્તારમાં લાગી છે. આગ લાગવાનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે ૩૦ થી ૪૦ કામદારો ગોડાઉનમાં અંદર હાજર હતા. જોકે આગની સૂચના મળતા જ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોડાઉનમાં કાચા કપડા, તૈયાર કપડા અને યાર્નનો મોટો સ્ટોક વેરહાઉસમાં રાખ્યો હતો. આગ લાગવાથી કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ભિવંડીની આ કંપનીમાં ડાયનું કામ કરવામાં આવતુ હતુ. આ ફેકટરીમાં મોટી સંખ્યામાં કપડા હતા. જે બળીને ખાખ થઈ ગયા છે આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. ફેબ્રિકને કારણે, આગ ખૂબ જ ઝડપે આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.

(3:15 pm IST)