Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અંતરીક્ષમાં નંબર-૧ બનવા વિશ્વના ધનિકો મસ્ક-બેઝોસ વચ્ચે ટકરાવઃ આરોપ પ્રત્યારોપ વરસાવ્યા

વોશીંગ્ટનઃ દુનિયાના સૌથી ધનીક ટેસ્લા અને સ્પેસ એક કંપનીના માલીક એલન મસ્ક અને એમેઝોનના સંસ્થાપક બેઝોસ વચ્ચે અંતરીક્ષમાં નંબર વન બનવાને લઇને જંગ છેડાયો છે. બંને અંતરીક્ષના પોતાના સપનાને પુરા કરવા ઇચ્છે છે. હવે બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ શરૂ થઇ ગયા છે. બંને મોટી સંખ્યામાં સેટેલાઇટ લોન્ચ કરવા માંગે છે. તેમનો ઉદેશ્ય વિશ્વને ઇન્ટરનેટ સેવા આપવાનો છે.

૨૦૧૭થી બેઝોસ સતત સૌથી ધનીક વ્યકિત હતા પણ ટેસ્લાના શેરમાં ૪.૮ ટકાનો વધારો થતા બેઝોસને પાછળ રાખી દીધેલ. ટેસ્લાની નેટવર્થ બેઝોસ કરતા ૧.૫ અરબ ડોલર વધીને ૧૮૮.૫ અરબ ડોલર થઇ છે. છેલ્લા ૧૨ મહિનામાં ટેસ્લાના શેરમાં ૭૪૩ ટકાનો તોતીંગ વધારો થતા ૧૫૦ અરબ ડોલરથી વધુ નેટવર્ક વધેલ.

બેઝોસે જણાવેલ કે સ્પેસ એક સને પરવાનગી આપવાથી () પર સેટેલાઇટમાં હસ્તક્ષેપ વધશે અને ટકરાવનો ખતરો થશે. સેટેલાઇટ સીસ્ટમમાં પ્રતિયોગીતા જનહિતમાં નથી. જયારે બેઝોસને જવાબ આપતા મસ્કે જણાવેલ કે એમેઝોનના સેટેલઇાટ સીસ્ટમ ઘણા વર્ષ પાછળ છે. જેથી સ્ટારલીંક સેટેલાઇટને લોન્ચ ન કરાઇ, આ ઠીક નથી.

(3:18 pm IST)