Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કોરોનાકાળમાં બે લાખથી વધુ લોકોને રોજગારી મળીઃ સ્ટાર્ટઅપ ઈન્ડિયાનો રિપોર્ટ

નવીદિલ્હીઃ ભારતના કોમર્સ મંત્રાલયના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ૨૦૨૦માં સ્ટાર્ટઅપ્સે સપ્ટેમ્બર સુધીમાં ૧.૭૦ લાખ લોકોને રોજગારી આપી છે. ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ આ આંકડો ૨.૨૫ લાખથી વધુનો છે. દેશમાં અત્યારે આશરે ૪૦,૦૦૦ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને ૨૦૧૬થી અત્યાર સુધીમાં તેમના દ્વારા લગભગ ૪.૭ લાખથી વધુ લોકોને રોજગારી ઉભી કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ સેકટરના જાણકાર અને પ્લેસમેન્ટ એજન્સીના જણાવ્યા પ્રમાણે દિવાળી પછી ઘણા સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મળતું થયું છે અને તેમના કામમાં પણ વધારો થયો છે. આ જ કારણોસર તેઓ નવા લોકોને હાયર કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો સ્ટાર્ટઅપ તેમની એમ્પ્લોયમેન્ટ સ્ટ્રેન્થ ડબલ કરી રહ્યાનું જાણવા મળે છે.

(3:19 pm IST)