Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભારતમાં ઍકમાત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર ગણેશ અય્યરઃ આવનારા ૫ થી ૧૦ વર્ષમાં પાણી ટેસિ્ટગના ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ વધશે

નવી દિલ્હીઃ જાણીને નવાઇ થશે કે એક એવું કામ પણ છે. જેની નોકરી સમગ્ર વિશ્વ માત્ર 112 લોકો જ કરે છે. તેમાં પણ ભારતીય તો એક જ છે.

એક સમય હતો, જ્યારે ગણતરીના ફિલ્ડમાં જ નોકરી હતી. પરંતુ વખત જતાં ઉદારીકરણને લીધે કરિયર બનાવવા અને નોકરીઓ માટેના નવા નવા ફિલ્ડ અસ્તિત્વમાં આવી ગયા. તેમાંથી આ એક ક્ષેત્ર છે. જેમાં હાલના જમાનામાં માત્ર 112 જણા નોકરી કરી રહ્યા છે. આ નોકરી માટે પણ સર્ટિફાઇડ કોર્સ ચાલે છે.

પાણીનું ટેસ્ટ કરવાનું કામ

બિઝનેસ લાઇનના રિપોર્ટ મુજબ ભારતમાંથી માત્ર એક વ્યકિત છે. જે આ ફિલ્ડમાં જોડાયેલી છે. તેમનુ નામ ગણેશ અય્યર છે. જ્યારે ફિલ્ડની વાત કરીએ તો તે છે, વોટર ટેસ્ટિંગ. હાં પાણીનું ટેસ્ટ કરવાનું કામ.

ગણેશ અય્યર ભારતના એક માત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર છે. તેમનું કહેવું છે કે આવનારા 5-10 વર્ષોમાં પાણી ટેસ્ટિંગના ક્ષેત્રમાં બહુ ડિમાન્ડ વધશે.

ગણેશ અય્યરે જણાવ્યું કે,

હું જ્યારે લોકોના પુછવાથી મારું કામ પાણી ટેસ્ટ કરવાનું કહું છું તો લોકો મારા પર હસે છે. એનું કારણ છે કે આપણા દેશમાં સ્વચ્છ પાણીની બહુ અછત છે. લોકોને પાણીનું પણ ટેસ્ટ હોય છે. તે અંગે કોઇ જાણકારી નથી.

ગણેશ અય્યરે આ કામ અંગે કોવી રીતે જાણકારી મળી તે અંગે જણાવ્યું કે આના સર્ટિફિકેટ અંગે મને સૌ પહેલાં 2010માં પહેલી વખત જાણકારી મળી. ત્યારે મેં જર્મનીના એક ઇન્સ્ટિટ્યૂટ Doemens Academy in Graefeltingમાંથી વોટર ટેસ્ટરનું કોર્સ કર્યું.

પાણીની અલગ-અલગ ઓળખ હોય છે

ગણેશ અય્યરે જણાવ્યું કે ભોજન ટેસ્ટિંગ કે વાઇન ટેસ્ટિંગ હોય છે. તેવી રીતે પાણીનું ટેસ્ટિંગ પણ થાય છે. પાણી અલગ -અલગ ઓળખ ધરાવે છે. તે પોતાનામાં યુનિક હોય છે. તેના ફાયદા અને સ્વાદ પણ અલગ હોય છે.

આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ ફિલ્ડમાં તેનું મહત્વ વધશે. હાલમાં ગણેશ બેવરેજ કંપની Veenના ભારત અને ભારતીય ઉપખંડના ઓપરેશન ડિરેક્ટર છે.

(5:16 pm IST)