Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

તમે મને ગદ્દારનું સર્ટિફિકેટ આપ્યુ... જા મેî તમારી પોલ ખોલવાની શરૂ કરી તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો નહીં મળેઃ પંજાબી સિંગર દિપ સિદ્ધુઍ ખુદ નિર્દોષ હોવાનું કહ્ના

નવી દિલ્હી: લાલ કિલ્લા પર ખાલસા પંથનો ઝંડો લગાવવા માટે લોકોને ભડકાવનારા પંજાબી સિંગર દીપ સિદ્ધૂએ ખુદ નિર્દોષ હોવાનું કહ્યુ છે. દીપ સિદ્ધૂએ ફેસબુક પેજ પર લાઇવ આવીને ખેડૂત નેતાઓને ધમકી આપી છે. દીપ સિદ્ધૂએ કહ્યુ કે- તમે મને ગદ્દારનો સર્ટિફિકેટ આપ્યો, જો મે તમારી પોલ ખોલવાની શરૂ કરી તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો નહી મળે.

દીપ સિદ્ધૂએ કહ્યુ કે, મારે એટલા માટે લાઇવ આવવુ પડ્યુ, કારણ કે મારી વિરૂદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે, ઘણુ જૂઠ ફેલાવવામાં આવી રહ્યુ છે. હું આટલા દિવસથી આ બધુ પી રહ્યો હતો, કારણ કે હું નથી ઇચ્છતો કો આપણા સંઘર્ષને કોઇ નુકસાન પહોચે, પરંતુ તમે જે પડાવ પર આવી ગયા છો ત્યા કેટલીક વાતો કરવી જરૂરી બની ગઇ છે.

પ્રથમ વાત તો એ કે 25 તારીખની રાત્રે યુવાઓએ સ્ટેજ પર રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે તેમણે પંજાબથી દિલ્હીમાં પરેડ કરવાનું કહીને બોલાવવામાં આવ્યા હતા. માટે વારંવાર સ્ટેજ પરથી મોટી મોટી જાહેરાત કરવામાં આવી હતી. રોષ વ્યક્ત કરી રહેલા યુવાઓએ કહ્યુ કે જ્યારે અમે દિલ્હી આવી ગયા છીએ તો તમે અમને સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા રૂટ પર જવા માટે કહી રહ્યા છો, જે અમને મંજૂર નથી.

મે ભીડને સમજાવ્યુ કે મારા જૂના ભાષણના વીડિયો ના જોવા જોઇએ: સિદ્ધૂ

સિદ્ધૂએ વીડિયોમાં કહ્યુ કે તે દરમિયાન સ્ટેજ પર સ્થિતિ એવી બની ગઇ હતી કે આગેવાની કરી રહેલા ખેડૂત નેતા ત્યાથી ખસી ગયા હતા અને તે બાદ મને નિહંગોના જથ્થાની સ્થિતિ ખરાબ થવાનું કહીને મને બોલાવ્યો હતો. મે ત્યા સ્ટેજ પર જઇને ખેડૂત નેતાઓનું સમર્થન કર્યુ અને ભીડને સમજાવી કે ખેડૂત નેતા વૃદ્ધ છે. તે ઘણા પરેશાન છે, માટે આપણે સમજવુ પડશે. માટે હું કહી રહ્યો છું કે તે રાત્રે મારૂ ભાષણ ના જોવુ જોઇએ.

મે તે દિવસે પણ આ વાત કહી હતી. મે ખેડૂત નેતાઓને પણ કહ્યુ હતું કે જે લોકો કહી રહ્યા છે, તેમના અનુસાર સામૂહિક નિર્ણય લો તે ખોટુ નહી હોય, કારણ કે સંગતથી જ અમારો મોરચો ચાલી રહ્યો છે અને અમે અહી ઉભા છીએ. આ વાત ખેડૂત નેતાઓને સમજમાં આવી નહતી, તેમણે આગળના દિવસે માર્ચ કાઢી, જે રૂટ પર ખેડૂત અને પોલીસે નક્કી કર્યા હતા ત્યા 3000 લોકો પણ નહતા. સિંધુ-ટિકરી અને ગાજીપુર બોર્ડરથી લોકો ખુદ ખોટા રૂટ પર નીકળી ગયા અને લાલ કિલ્લા તરફ ચાલી પડ્યા હતા, તેમની કોઇ આગેવાની નહતું કરી રહ્યુ.

મારા પહોચ્યા પહેલા જ લાલ કિલ્લાનો ગેટ તૂટી ચુક્યો હતો

દીપ સિદ્ધૂએ કહ્યુ- હું જ્યારે લાલ કિલ્લા પહોચ્યો ત્યાર સુધી ગેટ તૂટેલો હતો. જેમાં હજારોની ભીડ ઉભી હતી. હું બાદમાં ત્યા પહોચ્યો. જે રોડથી પહોચ્યો તેની પર હજારો ટ્રેક્ટર પહેલાથી ઉભા હતા. હું ચાલતા જ કિલ્લાની અંદર પહોચ્યો હતો. ત્યા જોયુ તો કોઇ ખેડૂત નેતા નહતો. કોઇ પણ તે વ્યક્તિ નહતો જે પહેલા મોટી મોટી વાતો કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઇવ આવીને મોટી મોટી જાહેરાત કરી હતી કે અમે દિલ્હીની ગરદન પર ઘૂંટણ રાખી દઇશું પરંતુ ત્યા કોઇ નહતો.

આ વચ્ચે કેટલાક યુવાઓ મને પકડીને લઇ ગયા, કે ભાઇ ચાલો. ત્યા બે ધ્વજ પડ્યા હતા એક ખેડૂતનો ઝંડો અને બીજો નિશાન સાહિબ. અમે સરકાર સામે રોષ વ્યક્ત કરવા માટે બન્ને ધ્વજ ત્યા લગાવી દીધા. અમે તિરંગો નહતો હટાવ્યો, અમને કોઇ ડર નથી, કારણ કે અમે કઇ ખોટુ કર્યુ નથી.

પંજાબી સિંગરે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, અમે કોઇ સાર્વજનિક સંપત્તિને નુકસાન નથી પહોચાડ્યુ. અમે કોઇ હિંસા નથી કરી. અમારી પર કોઇએ લાઠીચાર્જ નથી કર્યો. બધુ આરામથી થઇ ગયુ. અમે સરકારને બતાવવા માંગતા હતા કે અમારો હક આપવામાં આવે. અમારી માંગો ધ્યાનમાં લેવામાં આવે, કારણ કે ગત છ મહિનાથી સરકારનું અમારી તરફ જે વલણ રહ્યુ છે તે બરાબર નહતું અને વારંવાર અમારી બેઇજ્જતી કરી.

ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાનો આરોપ દીપ સિદ્ધૂ પર લગાવ્યો છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા ગુરનામ સિંહ ચંઢૂનીએ કહ્યુ કે કિસાન સંગઠનોના લાલ કિલ્લા પર જવાનો કોઇ કાર્યક્રમ નહતો. દીપ સિદ્ધૂએ ખેડૂતોને ભડકાવ્યા અને આઉટર રિંગ રોડથી લાલ કિલ્લા સુધી લઇ ગયો હતો. આ મામલે FIRમાં સિદ્ધૂનું પણ નામ છે.

(5:17 pm IST)