Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

CBSE પરીક્ષા : 2જી ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ : 15જુલાઈએ પરિણામ

પરીક્ષાઓ ઓનલાઇન નહી પણ ઓફલાઈન મોડમાં જ લેવાશે.: એક પરીક્ષાખંડમાં માત્ર 12 પરીક્ષાર્થીઓની મંજુરી :જલ્દી જ સ્કૂલોને મળશે નવો સોફ્ટ

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ પરીક્ષાઓથી દુર રહ્યાં છે. 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ નિઃશંકે જાહેરાત કરી હતી કે જલ્દી જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ-CBSEની પરીક્ષાઓ (CBSE EXAMS 2021) યોજાશે. આ અંગે કેન્દ્રીય શિક્ષણપ્રધાને આજે જાહેરાત કરતા કહ્યું કે 2 ફેબ્રુઆરીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ-CBSEની ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ સાથે જ શિક્ષણપ્રધાને કહ્યું કે આ બંને પરીક્ષાઓના પરિણામ 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણપ્રધાને કહ્યું કે આ પરીક્ષાઓમાં કોવીડ-19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પરીક્ષાઓ ઓનલાઇન નહી પણ ઓફલાઈન મોડમાં જ લેવાશે.

કોરોના મહામારીને કારણે CBSEએ અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કર્યો છે. બોર્ડ પરીક્ષાની પેપરસ્ટાઈલ નક્કી કરનારા બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે બોર્ડે જાહેર કરેલ નમુનાના પ્રશ્નપત્ર પ્રમાણે જ પેપરસ્ટાઈલ નક્કી કરવામાં આવી છે. 80-20 પદ્ધતિ અનુસાર 80 ગુણ લેખિત પરીક્ષા અને 20 ગુણની આંતરિક પરીક્ષા (INTERNAL EXAM) રહેશે. CBSE બોર્ડે પહેલાથી જ અભ્યાસક્રમમાં 30% ઘટાડો કર્યો છે, હવે બોર્ડ આમાં કોઈ ફેરફાર કરશે નહિ.

ધો.10 અને ધો.12ની પરીક્ષાઓમાં આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષાકેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે. કોરોના અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને એક પરીક્ષાખંડમાં માત્ર 12 પરીક્ષાર્થીઓને બેસાડવાની મંજુરી આપવામાં આવી છે

પરીક્ષાના આયોજન અને વ્યવસ્થા માટે સ્કૂલોને બોર્ડ તરફથી જલ્દી જ એક સોફ્ટવેર આપવામાં આવશે. આ સોફ્ટવેરમાં દરેક સ્કુલના લોગીન આઈડી અને પાસવર્ડ અલગ અલગ રહેશે. બોર્ડ પરીક્ષા સંબંધિત કોઈપણ જાણકરી માટે બોર્ડની આધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ સુચનાને જ આખરી સુચના ગણવામાં આવ

(6:19 pm IST)