Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભારતે કોરોનાની લડાઈને એક જનઆંદોલનમાં બદલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દાવોસ સંવાદમાં વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સંબોધન : દેશે નિરાશાને હાવી ના થવા દીધી અને કોરોના માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી અને લોકોને જંગ માટે તૈયાર કર્યા

નવી દિલ્હી, તા. ૨૮ : પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધિત કર્યો. કાર્યક્રમમાં આખી દુનિયાથી ઉદ્યોગ જગતના ૪૦૦થી વધારે ટોચના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદી 'ચોથી ઔદ્યોગિક ક્રાંતિ-માનવતાની ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગલ્લ વિષય પર સત્રને સંબોધન કર્યું હતું. દાવોસ એજન્ડામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, તમે અર્થવ્યવસ્થાના મહત્વના મંચને મુશ્કેલ સમયમાં પણ જીવંત બનાવી રાખ્યું છે. દુનિયાની અર્થવ્યવસ્થાઓ કેવી રીતે આગળ વધશે આજે સૌથી મોટો પ્રશ્ન છે.

તેમણે કહ્યું કે, ભારત તરફથી દુનિયા માટે આશા અને સકારાત્મકતાનો સંદેશ લઈને આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કોરોના આવ્યો ત્યારે મુશ્કેલીઓ ભારતની સામે પણ કંઈ ઓછી નહોતી. ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં દુનિયાના નામી એક્સપર્ટે શુ-શું કહ્યું હતુ. કોઈકે ભારતમાં કોરોના સંક્રમણની સુનામી આવવાની વાત કરી હતી, તો કોઈએ બે મિલિયનથી વધારે લોકોના મોતની શક્યતા વ્યક્ત કરી હતી. સ્થિતિ જોઇને ભારત જેવા વિકાસશીલ દેશ માટે દુનિયાની ચિંતા પણ વ્યાજબી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે આવા સમયે ખુદ પર નિરાશાને હાવી ના થવા દીધી. અમે કોરોના માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું અને લોકોને કોરોનાની વિરુદ્ધ જંગ માટે તૈયાર કર્યા. ભારતના દરેક વ્યક્તિએ ધૈર્યની સાથે પોતાના કર્તવ્યોનું પાલન કર્યું અને કોરોનાની વિરુદ્ધ લડાઈને એક જનઆંદોલનમાં બદલી દીધું. ભારત આજે દેશોમાંથી છે જે પોતાના વધારેમાં વધારે લોકોના જીવન બચાવવામાં સફળ રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફૉરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વૈશ્વિક નેતાઓને નવા શીત યુદ્ધની રૂઆત થવાની વિરુદ્ધ ચેતવ્યા છે. તેમણે સાથે કોવિડ-૧૯ મહામારીની વિરુદ્ધ વૈશ્વિક એકતાનો આગ્રહ પણ કર્યો છે. વિશ્વ આર્થિક મંચની 'ઑનલાઇનલ્લ દાવોસ એજન્ડા શિખર સંમેલનને સંબોધિત કરતા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની પ્રમુખ ક્રિસ્ટલીન જાર્જીએવાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ૨૦૨૧ માટે વિકાસ દર . ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે, જે પહેલાના અનુમાન કરતા વધારે છે. વિશ્વ આર્થિક મંચના ઑનલાઇન દાવોસ એજન્ડા શિખર સંમેલનની રૂઆત રવિવાર રાત્રે થઈ છે. ડબલ્યૂઈએફનું નિયમિત વાર્ષિક સંમેલન વર્ષે મેમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસની જગ્યાએ સિંગાપુરમાં થશે.

(9:28 pm IST)