Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પશ્ચિમ બંગાળમાં નવા ત્રણ કૃષિ કાયદાઓનો નહીં થાય અમલ:વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરનાર બંગાળ દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું

કોલકતા : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.તેવામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આ ત્રણેય કાયદાઓ વિરુદ્ધ રાજ્ય સરકાર તરફથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ કાયદાઓની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરનાર બંગાળ દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું છે

આ પહેલા બીન ભાજપ શાસિત રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, કેરલ અને દિલ્હીએ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે.

જો કે પ્રસ્તાવ પાસ કરવા દરમિયાન ભાજપા ધારાસભ્યોએ વિધાનસભામાં ખૂબજ જોરદાર વિરોધ અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા હંગામા વચ્ચે ભાજપા ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ પણ કર્યું, જોકે આ પ્રસ્તાવ પર લેફ્ટ અને કોંગ્રેસનો પશ્ચિમ બંગાળ સરકારને સમર્થન છે. કૃષિ કાયદાઓ પરત લેવાને લઈને પ્રસ્તાવ રજૂ કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ખેડૂતોને ગદ્દાર તરીકે રજૂ કરવાને સ્વિકાર નહીં કરવામાં આવે

બેનર્જીએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને કાયદાઓ પરત લેવા માટેની માગ કરીએ છીએ. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપા દરેક આંદોલનને આતંકવાદી ગતિવિધિ માને છે. આ ત્રણેય કાયદાઓ સંપૂર્ણ રીતે ખેડૂત વિરોધી છે. અમે આંદોલનકારી ખેડૂતોની સાથે ઊભા છીએ. તેમણે કહ્યું કે કોઈ પણ ખેડૂતને આતંકવાદી ના કહી શકાય.

હકિકતમાં મમતા બેનર્જી ઈચ્છતી હતી કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રસ્તાવ કોંગ્રેસ સાથે મળઈને લાવવામાં આવે પરંતુ મમતા સરકારનો આ પ્રસ્તાવ ફેલ ગયો. હકિકતે કોંગ્રેસ આને નિયમ 185 હેઠળ લાવવા ઈચ્છતી હતી. રાજ્યના સંસદીય કાર્યમંત્રી ચેટર્જીએ કહ્યુંકે આ પ્રસ્તાવને નિયમ 185 હેઠળ લાવવા ઈચ્છે છે

(12:00 am IST)