Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જર્મની માટે આવી મોટી ખુશખબરી

ક્રિસમસ પહેલાં આવી શકે છે કોવિડ-૧૯ વેકસીન

બર્લિન,તા. ૨૭: જર્મન ચાંસલર એંજેલા મર્કેલએ આજે સાંસદને જણાવ્યું કે ક્રિસમસ  પહેલાં કોરોના વાયરસ વેકસીન હેલ્થ વર્કર્સ વૈકસીનેશન  કરવા માટે ઉપલબ્ધ થઇ શકે છે. જર્મન સરકારે રાજયોના સાથે મળીને કોવિડ-૧૯ ઉપાયોને કઠોરતાથી લાગૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ ઉપાયોને ૨૦ ડિસેમ્બર સુધી વધારવામાં આવશે.

જોકે લોકોને ક્રિસમસ પર પ્રતિબંધોને લઇને કોઇ રાહત મળશે નહી. મર્કેલએ ભાર મુકીને કહ્યું કે સરકર ક્રિસમસ અને નવા વર્ષ પર પ્રતિબંધોમાં કોઇપણ પ્રકારની નરમાઇ વર્તવાનો વાયદો  કરી ન શકે. તેમણે કહ્યું કે ' મંગળવારે કોવિડ-૧૯ના કારણે મરનારાઓના એક રેકોર્ડ દુખડ સંખ્યા નોંધાઇ છે, જોકે ચિંતાનું મોટું કારણ છે.

દેશએ પહેલાં કહ્યું હતું કે તે વાયરસ પર કાબૂ મેળવવા માટે યૂરોપને સ્કીઇંગની રજાઓ પર પ્રતિબંધ લગાવવા માટે કહેશે. જર્મન સરકાર Ski Slopesના ૧૦ જાન્યુઆરી સુધી બંધ કરવાની માંગ કરી રહી છે.

ચાંસલર એંજેલા મર્કેલએ કહ્યું હતું કે રજાઓની સિઝન હોવાછતાં અંગત સમારોહને સીમિત કરવા અને સાંસ્કૃતિ સુવિધાઓ, રેસ્ટોરેન્ટ અને પબને બંધ કરવાના પ્રતિબંધોને જાન્યુઆરીની શરૂઆત સુધી વધારવામાં આવશે.

(9:32 am IST)