Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કરકસર કરો :અલગ- અલગ મંત્રાલયોનો ખર્ચ કાબુમાં રાખવા કેન્દ્રએ કર્યો આદેશ

મંત્રાલયો અને વિભાગો સાથેની મિટિંગમાં ખર્ચની મર્યાદાનું કડકાઇથી પાલન કરવું : નાણામંત્રાલય

નવી દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશને ટેક્સની આવકનું મોટું નુકસાન થયું છે, તમામ યોજનાઓમાં સરકારી ખર્ચમાં પણ વધારો થયો છે. આ સ્થિતીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા હતા.ત્યારે અલગ- અલગ મંત્રાલયોનો ખર્ચ પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, હવે નાણાં મંત્રાલયે ફરી એક વખત મંત્રાલયો અને વિભાગોને કહ્યું છે કે ચાલું નાણાકિય વર્ષનાં અંતિમ મહિનાઓમાં પોતાના ખર્ચનાં સુધારેલા અનુમાનનાં લક્ષ્‍ય સુધી નિયંત્રિત રાખવામાં આવે.

   નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયો અને વિભાગો સાથેની મિટિંગમાં ખર્ચની મર્યાદાનું કડકાઇથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે, મંત્રાલયએ કહ્યું કે નાણાકિય સલાહકાર એ નક્કી કરે કે 2020-21નાં સુધારેલા અનુમાનની બેઠકમાં ખર્ચની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેનો કડક અમલ થાય.

(10:19 am IST)