Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

અદાણી ગ્રુપની સીટી ગેસ કંપનીનું બદલાશે નામ : અદાણી ટોટલ ગેસ તરીકે ઓળખાશે

ફ્રેન્ચ ઉર્જા કંપની 'ટોટલ' દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાને કારણે કંપની અદાણી ટોટલ ગેસ કહેવાશે

મુંબઈ : અદાણી જૂથની સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ગેસ લિમિટેડનું નામ બદલવા જઈ રહ્યું છે. ફ્રેન્ચ ઉર્જા કંપની 'ટોટલ' દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાને કારણે હવે તે કંપની અદાણી ટોટલ ગેસ કહેવાશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં આપી હતી. ફ્રેન્ચ દિગ્ગજ કંપની દ્વારા હિસ્સો ખરીદ્યા બાદ અદાણી ગેસ હવે અદાણી ગ્રૂપ અને ટોટલ ગ્રુપ વચ્ચે સંયુક્ત સાહસ છે. બંને પ્રમોટરો 37.40 ટકા હિસ્સો ધરાવે છે અને બાકી 25.20 ટકા હિસ્સો જાહેર શેરધારકો ધરાવે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કટોકટીની વચ્ચે વિશ્વભરમાં પડકારજનક આર્થિક વાતાવરણ સર્જાયું હોવા છતાં, કેટલીક કંપનીઓ અને કેટલાક સાહસિકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ આ વર્ષે સંપત્તિમાં સૌથી મોટો વધારો નોંધાવ્યો છે. તેમની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 1.43 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

(11:52 am IST)