Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

શીવાનંદ હોસ્પીટલ ગોકુલ હોસ્પીટલની છેઃ રહસ્યમય સંજોગોમાં આગ લાગી હોવાનો કલેકટરને રીપોર્ટ કરતા સીટી પ્રાંત-ર

FSLની તપાસ બાદ શોર્ટ સરકીટ કે અન્ય કોઇ કારણથી આગ લાગી તે અંગે કહી શકાશેઃ ચરણસિંહ ગોહીલ : હોસ્પીટલ પાસે ફાયર NOC બધુ જ છેઃ એકઝીટ-એન્ટ્રીના પણ અલગ દરવાજા અંગે તપાસઃ પ્રાંત દ્વારા આખી રાત કાર્યવાહી

રાજકોટ તા. ર૭ :.. મવડી - આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલમાં મોડી રાત્રે ભયાનક આગ ભભૂકતા રાજયભરમાં અરેરાટી ફેલાઇ છે, ત્યારે આ ઘટના અંગે તપાસ-રીપોર્ટ સંદર્ભે કલેકટરે મોડી રાત્રે જ સીટી પ્રાંત-ર  શ્રી ચરણસિંહ ગોહીલને દોડાવ્યા હતા, તેમણે આખી રાત દર્દીઓને ખસેડવા, મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બજાવી હતી.

સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે આજે સવારે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શીવાનંદ હોસ્પીટલએ ગોકુલ હોસ્પીટલની જ છે, તેમણે પોતાનું ત્રીજુ યુનિટ ત્યાં શરૂ કર્યુ હતું.

તેમણે જણાવેલ કે હાલ રહસ્યમય સંજોગોમાં આગ લાગી તેવો રીપોર્ટ અમે કલેકટરને કર્યો છે, કલેકટરશ્રીએ આ બાબતે મુખ્યમંત્રીને પણ જાણ કરી દિધી છે.

શ્રી ગોહીલે જણાવેલ કે શોર્ટ સરકીટ આગ લાગે તેવું હાલ કહી ન શકાય, કારણ કે FSLની તપાસ બાદ આગ કયા કારણસર લાગી તે જાણી શકાશે.

તેમણે જણાવેલ કે હોસ્પીટલમાં કુલ ૩૩ દર્દી સારવારમાં હતા, તેમાં પના મોત થયા છે, અને ર૮ દર્દીને ગોકુલની જ અન્ય બે હોસ્પીટલમાં રાત્રેજ ખસેડી લેવાયા છે.તેમણે ઉમેર્યુ હતું કે હોસ્પીટલ પાસે બધુ જ છે, ફાયર NOC પણ છે, એન્ટ્રી -એકઝીટના દરવાજા અલગ-અલગ છે કે મેમ તે અંગે તપાસ કરી જણાવાશે, કારણ કે ગઇકાલે આખી રાત એકજ દરવાજામાંથી દોડાદોડી કરાઇ હતી

(12:22 pm IST)