Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વાહન માલિકના નિધન બાદ નામ બદલાવવા માટે થતી લાંબી ઝંઝટ દૂર થશે

ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા સરળ રીતે નોમિનીના નામે વાહન થઈ શકે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

નવી દિલ્હી, તા.૨૭: કેન્દ્રીય મોટર વ્હિકલ એકટમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા વાહનમાં નોમિની તરીકે જોડવામાં આવેલી પરિવારની કે અન્ય વ્યકિતના નામે વાહન ટ્રાન્સફર કરવા માટે જે લાંબી પ્રક્રિયા થતી હતી તેને સરળ બનાવવામાં આવી છે. આ સાથે ઓનલાઈન પ્રોસેસ કરીને નોમિનીનું નામ પાછળથી પણ એડ કરાવી શકાય છે. એટલે કે હવે વાહનના માલિકના નિધન બાદ નોમિનીના નામે વાહન કરવા માટે જે લાંબી પ્રક્રિયા થતી હતી તેમાંથી છૂટકારો મળશે.

આવામાં જે પરિવારમાં વ્યકિતનું નિધન થયું હોય તેમને મોટી રાહત મળશે, પરિવારના સભ્યના નિધન બાદ વાહનમાં સરળતાથી નામ બદલાવી શકાશે. જેના માટે વ્યકિતએ પોતે નોમિની છે તેવા પૂરાવા વેરિફિકેશન માટે રજૂ કરવા પડશે. જો બેંકમાં નોમિની હોય તેના આધારે પણ આ નામ ટ્રાન્સફર કરવું સરળ બનશે.

મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, 'હાલમાં જે પ્રક્રિયા હતી તેમાં વ્યકિતએ વાહનના માલિકના મૃત્યુના ત્રણ મહિનામાં વિવિધ ઓફિસના ચક્કર કાપ્યા બાદ વાહન પોતાના નામે કરાવી શકતા હતા. જોકે, નવી પ્રોસેસ ઘણી જ સરળ છે.'

વાહનના માલિકના નિધન પછી નોમિનીએ આ અંગેની જાણ સ્થાનિક રાજયની કચેરીને જાણ કરવાની રહેશે. જેમાં જરુરી માહિતી રજૂ કરીને પોર્ટલ પરથી વાહનના નવા માલિકનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકાશે.્રાન્સપોર્ટના એકસપર્ટ અનિલ છિકારા જણાવે છે કે, આ બહુ મોટો સુધારો છે અને તેના કારણે નોમિની કે પરિવારના સભ્યોને વાહનના માલિકના નિધન બાદ ધક્કા ખાવા પડતા હતા તેમાંથી છૂટકારો મળશે.આ સિવાય એક અન્ય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મંત્રાલયે ૫૦ વર્ષ કરતા જૂના ટુ કે ફોર વ્હીલર વાહનોની નોંધણી માટે વિન્ટેજ વાહન તરીકે તેને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. આવા વાહનોના માલિકે ૧૦ વર્ષ માટે ૨૦,૦૦૦ રુપિયા આપીને પહેલી નોંધણી કરાવી શકે છે, અને તેના રિન્યુઅલ માટે ૫,૦૦૦ રુપિયા થશે.

(2:51 pm IST)