Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગેરરીતિ થયાની વાત કરી રહ્યા છે : બિડેનની જીત જાહેર થાય તો વ્હાઇટ હાઉસ છોડીશ : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન,તા.૨૭ : અમેરિકામાં ચૂંટણી પરિણામોના ત્રણ સપ્તાહ બાદ પણ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા નથી. તેઓ હજુ પણ સતત ચૂંટણીમાં ગેરરીતિ થયાની વાત કરી રહ્યા છે. જોકે, પહેલીવાર તેઓએ વ્હાઇટ હાઉસ છોડવાની વાત પણ કરી છે. થેક્ન્સગિવિંગ હોલિડે પર પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે તેઓ વ્હાઇટ હાઉસ છોડવા માટે તૈયાર છે, પરંતુ તેઓએ તેના માટે એક શરત પણ મૂકી છે. ખાસ વાત છે કે નવા ચૂંટાયેલા ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન આવતા વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશેપત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઇલેક્ટોરલ કોલેજને ધ્યાને લઈ ઔપચારિક રીતે જો બાઇડનને વિજેતા જાહેર થાય છે તો તેઓ વ્હાઇટ હાઉસથી જતા રહેશે. ખાસ વાત છે કે ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગડબડ થઈ હોવાની વાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે એવું માનવું તેમના માટે મુશ્કેલ હશે, કારણ કે અમે જાણીએ છીએ કે ત્યાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી. ખાસ વાત છે કે ઇલેક્શન ડે બાદ પહેલી વાર ટ્રમ્પ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. ટ્રમ્પે કોર્ટમાં ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવીને કેસો પણ દાખલ કર્યા છે. જોકે, તેમને કાયદાકિય મોરચા પર કોઈ ખાસ સફળતા મળતી નથી લાગતી. હાલમાં પેન્સિલ્વેનિયામાં કોર્ટે ટ્રમ્પના કેસને ફગાવી દીધો છે.

અમેરિકામાં એક ઉમેદવાર રાષ્ટ્રપ્રમુખ ત્યારે બને છે, જ્યારે તેના ખાતામાં સૌથી વધુ ઇલેક્ટોરલ વોટ હોય છે. અહીં નેશનલ પોપ્યૂલર વોટના મુકાબલે ઇલેક્ટોરલ વોટને મહત્વ આપવામાં આવે છે. ખાસ વાત છે કે બાઇડને ૩૦૬ ઇલેક્ટોરઇ મતોની સાથે ચૂંટણી જીતી હતી. ઉપરાંત બાઇડને ટ્રમ્પ પર ૬૦ લાખથી વધુ પોપ્યૂલર વોટથી લીડ બનાવી હતી. ચૂંટણીના મતોને ઔપચારિક રૂ આપવા માટે આગામી ૧૪ ડિસેમ્બરે બેઠક થવાની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના નાગરિકોને વેક્સીન પૂરી પાડવા માટે તૈયાર છે. તેઓએ હાલમાં થેક્નસગિવિંગ પ્રસંગે કહ્યું કે, વેક્સીનની ડિલીવરી આગામી સપ્તાહથી શરૂ થઈ જશે. તેની સાથે તેઓએ જણાવ્યું કે વેક્સીન પહેલા ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનીયર સિટિઝન્સને આપવામાં આવશે.

(7:35 pm IST)