Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ શુવેન્દુ અધિકારીએ મંત્રીપદ છોડ્યું

બંગાળમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું : ટીએમસીમાં બળવાની અટકળો તેજ બની, જોકે, નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી : પક્ષ ઉપર સંકટ ઘેરાયું

કોલકાતા, તા. ૨૭ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ મમતા સરકારને મોટો ઝાટકો લાગ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના ખાસ ગણાતા તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી નેતા શુવેન્દુ અધિકારીએ પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જે ટીએમસીમાં બળવાની અટકળો પ્રબળ બની છે. શુવેન્દુએ એક દિવસ અગાઉ હુગલી રિવર બ્રિજ કમિશન ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે હજી સુધી તેમણે ટીએમસી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું.

શુવેન્દુ પક્ષપલટો કરી શકે છે તેવી અટકળો વચ્ચે તેમણે હુગરી રિવર બ્રિજ કમિશનના ચેરમેન અને પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપતા હવે મમતા સરકારમાં બળવાની સંભાવના વધુ મજબૂત બની છે. મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા દિગ્ગજ નેતા શુવેન્દુ અધિકારી ૩૦થી ૪૦ બેઠકો પર પ્રભાવ ધરાવે છે. રાજકીય ગલીયારોમાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે પૂર્વ મદિનાપુર જિલ્લાથી આવતા શુવેન્દુ અધિકારી ટીએમસીથી નારાજ છે અને તે પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. શુવેન્દુ ભાજપમાં જોડાશે કે કતેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. હજી સુધી શુવેન્દુએ પોતાના તમામ રાજકીય પત્તા ખોલ્યા નથી પરંતુ એક પછી એક બે પદેથી રાજીનામું આપીને તેમણે ગંભીર સંકેત આપ્યા છે.

ગુરુવારે શુવેન્દુએ એક પૂર્વ મિદાનપુરના નંદીગ્રામમાં એક રેલીને સંબોધી હતી, સ્થળે ૧૩ વર્ષ પૂર્વે પક્ષના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની યાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નંદીગ્રામ ખાતે શુવેન્દુએ સભાને સંબોધિત કરી હતી. નંદીગ્રામની ઘટનાએ મમતા બેનરજીને બંગાળની ખુરશી સુધી પહોંચાડ્યા હતા.

શુવેન્દુ બંગાળના શક્તિશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમનો પ્રભાવ માત્ર તેમના ક્ષેત્ર પુરતો સિમિત નથી પરંતુ મિદનાપુર ઉપરાંત આસપાસના જિલ્લામાં પણ તેમનું રાજકીય વર્ચસ્વુ છે. રાજકીય પંડિતોના મતે શુવેન્દુ અધિકારી મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેરનજીથી નારાજ છે. ઉરાંત પ્રશાંત કિશોરે રાજ્યમાં સંગઠનાત્મક બદલાવ કર્યા છે તેનાથી તે નારાજ છે. ઉપરાંત શુવેન્દુ ઈચ્છે છએ કે કેટલાક જિલ્લામાં પાર્ટી ૬૫ વિધાનસભા બેઠકો પર તેમની પસંદગીના ઉમેદવારોને ચૂંટણી લડવા ટિકિટ ફાળવે. બે વખત સાસંદ તરીકે ચૂંટાયેલા શુવેન્દુ અધિકારીનો પરિવાર રાજકીય રીતે ઘણો મજબૂત છે. પૂર્વ મિદાનપુરને એક સમયે ડાબેરીઓનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ શુવેન્દુએ પોતાની વ્યૂહાત્મક કુશળતાથી ત્યાં ટીએમસીનો ઝંડો લહેરાવ્યો હતો. જો તેઓ ટીએમસી સાથે છેડો ફાડે છે તો મમતા બનેરજીને ઘણું નકુસાન સહન કરવું પડશે. શુવેન્દુના ભાઈ દિવ્યેન્દુ તમલુકથી લોકસભાના સાંસદ છે અને ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના સૌમેંદુ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ છે. તેમના પિતા સિસિર અધિકારી ટીએમસીના સૌથી વરિષ્ઠ લોકસભા સાંસદ છે. તેમના લોકસભા બેઠક કાંથી છે

(12:00 am IST)