Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને રાજ્યસભાની ચૂંટણી ટિકિટ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાનના લીધે ખાલી પડી છે સીટ

નવી દિલ્હી : ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બિહારમાં થનારી આગામી રાજ્યસભા પેટાચૂંટણી માટે સુશીલ કુમાર મોદીને ઉમેદવાર બનાવ્યા છે. આ જાણકારી પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે આપી હતી

આ સીટ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના નિધનને લીધે ખાલી પડી હતી. NDA હી અલગ પડ્યા બાદ ભાજપ હવે LJP ને સાઇડલાઇન કરી રહ્યું હોવાનું જણાય છે, કેમ કે તે વિધાનસભાની ચૂંટણી એકલા થઈને લડયું હતું, જેને લઈને હવે ભાજપે આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.

સુશીલ કુમાર મોદીને ભાજપ હવે નવી જવાબદારી સોંપાવાની તૈયારી કરી રહ્યું છે, મહત્વનું છે કે આ પહેલા બિહારમાં સુશીલ કુમાર મોદી બિહારમાં ભાજપ અને જેડીયુ સરકારમાં 15 વર્ષ સુધી નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને હવે તેમને ભાજપ કેન્દ્રમાં કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

990માંઅ સક્રિય રાજનીતિમાંઅ આવવા વાળા સુશીલ કુમાર મોદી પટણા સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. 1995 અને 2000 માં પણ વિધાનસભા પહોંચ્યા, 1996 થી 2004માંઅ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. પટણા હાઇકોર્ટમાં લાલુ પ્રસાદ યાદવની સામે તેમણે જનહિતની અરજી દાખલ કરી હતી જે ચારા ઘોંટાલા રૂપે બહાર આવી. 2004માંઅ ભાગલપુરથી લોકસભા ચૂંટણી પણ જીત્યા. હતા

2005 માં NDA જીતતા નાયબ મુખ્યમંત્રી બન્યા અને 2010માંઅ ફરીથી DyCM બન્યા. ભાજપ હવે જો કે આ વખતે જો કે NDA માં મોટા ભાઈની ભૂમિકામાં છે અને 74 સીટ મેળવી છે અને જેડીયુ ને 43 સીટો મળી છે, પરંતુ ભાજપે સુશીલ કુમાર મોદીની જગ્યાએ તારકિશોર પ્રસાદ અને રેણું દેવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.

(12:00 am IST)