Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગની ઘટનાની તપાસ એસઆઇટીને સોંપી દેવાઇ: પ્રદીપસિંહ જાડેજા

અધિક મુખ્ય સચિવ એકે રાકેશમા માર્ગદર્શનમાં તપાસ થશે:ઝીણવટભરી તપાસ માટે SITની રચના કરાશે:મુખ્યમંત્રી રુપાણીના આદેશની ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી માહિતી

અમદાવાદ : રાજકોટમાંઉદય શિવાનંદ આશ્રમ હોસ્પિટલની આગની ઘટના તપાસ એસઆઇટીને સોંપી દેવાઇ છે . અધિક મુખ્ય સચિવ એકે રાકેશમા માર્ગદર્શનમાં તપાસ થશે. ઘટનાની ઝીણવટભરી તપાસ માટે SITની રચના કરાશે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવની  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તપાસ કરવાનો હુક્મ કર્યો છે.

ગુહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સીએમ રુપાણીના આદેશની માહિતી આપતા જણાવ્યુંં કે એકે રાકેશ તાત્કાલિક રાજકોટ જઇને ઘટનાના મૂળ સુધી તપાસ કરશે તેમ  જણાવ્યું છે.

ગુહ મંત્રી પ્રદિપસીંહ જાડેજાએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં લાગેલી આગના બનાવ સંદર્ભે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનામાં દુખદ નિધન પામેલા નાગરિકો પ્રત્યે રાજય સરકાર દુખની લાગણી અનુભવે છે.

સરકાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ દુખદ ઘટના અન્વયે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બનાવના સમાચાર મળતાંની સાથે જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર અને મુખ્ય સચિવને સૂચના આપીને ઘટનાના સ્થળે સત્વરે લોકોને સહાય પુરી પાડવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તાત્કાલિક રાજકોટ જવા રવાના કરીને ઘટનાના મુળ સુધી જવા સૂચનાઓ આપી હતી. રાકેશ આજે રાજકોટ ખાતે પહોંચીને જરૂરી તપાસ કરી રહ્યાં છે. જેનો આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ મેળવશે.

તેમણે ઉમેર્યું કે, ઘટનાની ઝીણવટભરી અને તલસ્પર્શી તપાસ થાય તે માટે રાજકોટ શહેરના ડીસીપીના અધ્યક્ષસ્થાને સીટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રાજયમાં આવા પ્રકારના બનાવો કયાંય પણ ન બને તે માટે રાજય સરકાર સતત ચિંતિત છે. અને આવા બનાવો બનશે તો રાજય સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી.

(10:43 pm IST)