Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દુબઇમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ

શેખ બદર અબ્દુલા, શેખ અહેમદ અલ હાસમી, ટુર્નામેન્ટના આયોજક પ્રિતેશ અનડકટ-સોનલબેન રાવલ સહિતનાની ઉપસ્થિતિ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ર૮ : દુબઇ ખાતે આગામી ૧ ડીસેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી યોજનારી ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફીનું તાજેતરમાં દુબઇના શેખ બદર અબ્દુલ્લા તથા શેખ અહેમદ અલ હાસમી, ટુર્નામેન્ટના આયોજક મૂળ રાજકોટના અને હાલ દુબઇ સ્થાયી થયેલા પ્રિતેશ અનડકટ તથા સોનલબેન રાવલ, અન્ય ટીમોના સંચાલકો તેમજ પ્લેયરોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં રાજકોટ શહેર, અમદાવાદ લાયન્સ, સ્પેડેક્ષ-૧૧, બરોડા કિંગ્સ, બોમ્બે ડેક્કન અને સુલ્તાન ઓફ સુરત વચ્ચે જંગ જામશે.

દુબઇ ખાતે ગુજરાતીઓ માટે અવારનવાર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરતા સોનલબેન રાવલ અને પ્રિતેશભાઇ અનડકટ દ્વારા ગુજરાતીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.

ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને લાખેણા પુરસ્કાર આપવામાં આવશે. તેમજ મેન ઓફ ધ મેચો સહિતના પુરસ્કારો રાખવામાં આવ્યા છે.

તાજેતરમાં જ દુબઇ ખાતે યોજાયેલ આઇ.પી.એલ.ની ટુર્નામેન્ટ જે સ્ટેડીયમમાં રમાઇ હતી તેજ સ્ટેડીયમમાં ગુજરાતી વચ્ચે યોજાનારી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટે દુબઇમાં વસતા ગુજરાતીઓમાં સારૂ આકર્ષણ જણાવ્યું છે.

(10:41 am IST)
  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST