Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

નોકરી સાથે 'લીવ ઇન રીલેશન'માં રહેનારને કોર્ટે પુછયું : સરકારી સેવાના નિયમો જાણો છો?

નવી દિલ્હી તા. ૨૮ : સરકારી નોકરીની સાથે ૨૦૧૨ થી 'લીવ ઇન રીલેશન'માં રહેનારને અલ્હાબાદ હાઇકોર્ટે સરકારી સેવાની શરતો બાબતે સવાલો પુછયા છે. પોતાની સુરક્ષાની માંગણી લઇને આવેલ આ જોડીના મામલાની આગળની સુનાવણી ડીસેમ્બરમાં થનાર છે.

હરદોઇની પ્રજ્ઞાસિંહ અને બરેલીના મેરાજ અલી દ્વારા દાખલ આ અરજીમાં એવુ જણાવાયુ હતુ કે તેઓ બન્ને સરકારી નોકરી સાથે ૨૦૧૨ થી લીવ ઇન રીલેશનથી જીવન વિતાવી રહ્યા છે. પરંતુ તેમના શાંતિપૂર્ણ જીવનમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસો થઇ રહ્યાના આક્ષેપો સાથે તેમને સુરક્ષા પ્રદાન કરવાની માંગણી અરજીમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે એસ.પી. બરેલીને લખેલ પત્રમાં અરજદારે પોતે જ બીજા અરજદારની પત્ની હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે એવુ પણ નથી લખ્યુ કે અવિવાહીત છે.

જસ્ટીસ એસ.પી. કેશરવાની અને જસ્ટીસ ડો. વાઇ.કે. શ્રીવાસ્તવની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. તેઓએ અજરદાર બીજા અરજદારની પત્નિી હોવાનું જણાવે છે તો શું તેઓ અવિવાહીત છે કે પરણીત છે ? તેવો સવાલ કરી સાથો સાથ લીવ ઇન રીલેશનમાં રહો છો તો સરકારી નોકરીની સેવાના નિયમો પણ જાણો છો કે કેમ? તેવા સવાલો કર્યા છે. આ મામલે રાજય સરકારને સર્વીસ રેકોર્ડ તપાસી એક અઠવાડીયામાં જાણ કરવા આદેશો થયા છે. આ ઉપરાંત અરજદાર પાસે પણ બાહેંધરી માંગવામાં આવી છે.

એક કિસ્સામાં અલ્હાબાદ હાઇકોર્ટે લીવ ઇન રીલેશનમાં રહેતી બે મહિલાઓને આ મહીને કરેલા આદેશથી મોટી રાહત આપી છે. હાઇકોર્ટે જણાવેલ કે સમાજની નૈતિકતા ન્યાયાલયના ફેંસલોને પ્રાવીત કરી ન શકે. નયાયલયનું કર્તવ્ય છે કે સંવિધાનિક નૈતિકતા અને લોકોના અધિકારોનું રક્ષણ કરવું. આ સાથે કોર્ટે પોલીસ અધિક્ષકશ્રીને લીવ ઇન માં રહેતી બન્ને મહીલાઓને સુરક્ષા પ્રદાન કરવા સુચનાઓ આપી હતી.

(3:22 pm IST)