Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

DHFL માટે અદાણીની બીડ સૌથી મોટી : અન્ય બિડરોએ પ્રક્રિયામાં ગેરરીતિનો મૂક્યો આરોપ

અદાણીએ આ બીડ હેઠળ 30,000 કરોડ રૂપિયા સાથે 3,000 વ્યાજની ઓફર કરી.

મુંબઈ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળ ઉદ્યોગોના ગ્રુપે મુશ્કેલીમાં મુકાયેલી હાઉસિંગ ફાઇનાન્સ કંપની ડીએચએફએલ માટે 33,000 કરોડની બોલી લગાવીને અમેરિકન ઓકટ્રીને પાછળ છોડી દીધી છે. જો કે, હરીફ બોલી લગાવનારાઓએ કહ્યું હતું કે ગ્રુપે રિપોર્ટ મુજબની સમયસીમાનું પાલન કર્યુ નથી, તેથી તે બોલીથી ખસી ગઈ.

અદાણી જૂથે આ આરોપને નકારી કાઢતાં કહ્યું હતું કે તેણે આખી પ્રક્રિયા અપનાવી અને અન્ય બીડરો સાંઠગાંઠ કરીને મહત્તમ ભાવ સાથે બોલી રોકવા માંગે છે. ડીએચએફએલની ધિરાણ આપતી સંસ્થાઓ અને ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર કંપનીઓ અદાણી ગ્રૂપ, પિરામલ ગ્રુપ, અમેરિકી પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની ઓકટ્રી કેપિટલ મેનેજમેન્ટ અને હોંગકોંગની એસસી લોવીએ ઓક્ટોબરમાં DHFL માટે બિડ લગાવી હતી.

જો કે, ડીએચએફએલની હરાજી કરનારા ક્રેડિટર્સ ઇચ્છતા હતા કે મૂળ ઓફર ઓછી હોવાને કારણે બાકી દેવું વસૂલવા માટે સંભવિત ખરીદદારો તેમની બોલીમાં સુધારો કરે. એક સૂત્ર મુજબ, અદાણી ગ્રુપ શરૂઆતમાં માત્ર ડીએફએલના જથ્થાબંધ અને સ્લમ રિહેબિલિટેશન (એસઆરએ) પોર્ટફોલિયો માટે બોલી લગાવી હતી. પરંતુ 17 નવેમ્બરના રોજ સુધારેલી ઓફરમાં આખી સંપત્તિ માટે બોલી લગાવાઈ હતી.

અદાણીએ આ બીડ હેઠળ 30,000 કરોડ રૂપિયા સાથે 3,000 વ્યાજની ઓફર કરી. આ ઓકટ્રીની 28,300 કરોડ રૂપિયાની ઓફર કરતાં વધુ હતી. અમેરિકી કંપનીની બીડ એ શરતે હતી કે તે વીમા દાવા માટે રૂ. 1000 કરોડ જાળવી રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીરામલે ડીએચએફએલની છૂટક સંપત્તિ માટે 23,500 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જ્યારે એસસી લોયીએ એસઆરએ માટે 2,350 કરોડની બોલી લગાવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, અન્ય બીડરોએ કહ્યું હતું કે અદાણીની બીડ અંતિમ મુદત પછી આવી હતી અને તેમણે માંગ કરી હતી કે તેઓને અયોગ્ય જાહેર કરવામાં આવે. જોકે, અદાણીએ આ આરોપોને નકારી કાઢતા વેચાણને જોઈ રહેલા ડીએચએફએલ પ્રમોટર્સને વિસ્તૃત પત્ર લખ્યો છે. તેમાં ગ્રુપે કહ્યું કે તેણે આખા વ્યવસાય અને જથ્થાબંધ અને એસઆરએ પોર્ટફોલિયો માટે મૂળ રૂપે પત્ર રજૂ કર્યા હતા.

સૂત્રો કહે છે કે 22 નવેમ્બરના પત્રમાં જણાવાયું છે કે, ઓક્ટોબરમાં બીડ માત્ર જથ્થાબંધ અને એસઆરએ સંપત્તિ માટે હતી કારણ કે તે પિરામલ જૂથ સાથે સોદો કરે તેવી અપેક્ષા છે. પીરામલ ગ્રુપે ફક્ત છૂટક સંપત્તિ માટે બોલી લગાવી હતી. 9 નવેમ્બરના રોજ જ્યારે બિડ્સ ખોલવામાં આવી ત્યારે અદાણીને જાણવા મળ્યું કે હરીફ બીડરોની બોલી કંપનીના મૂલ્યને પ્રતિબિંબિત કરતી નથી અને તેણે આખી સંપત્તિ માટે બિડ આપવાનું નક્કી કર્યું. પત્રમાં અદાણી જૂથે કહ્યું છે કે તેની બોલી 17 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે રજૂ કરવામાં આવી હતી અને આ બીડ દસ્તાવેજને અનુરૂપ છે.

(6:49 pm IST)