Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પત્નીના હત્યારા ગુજરાતી માટે ૭૪ લાખનું ઈનામ જાહેર કર્યું

એફબીઆઈએ મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી હતી : શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું

વોશિંગટ્ન, તા.૨૮ : અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની માહિતી આપવા પર ૧,૦૦,૦૦૦ ડોલર (રૂ.૭૩,૯૬,૨૪૫)ના ઇનામની જાહેરાત ફરીથી કરી છે. એફબીઆઈના મતે પટેલનો જન્મ ગુજરાતના વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ એફબીઆઈની ૨૦૧૭મા જાહેર કરાયેલી ૧૦ મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

પટેલે ૨૦૧૫ની સાલમાં કથિત રીતે પોતાની પત્ની પલકની હનોવરના મેરીલેન્ડ રાજ્યમાં ડંકિન ડોનેટસના કોફી શોપની અંદર ચાકુ મારી હત્યા કરી દીધી હતી, ત્યારબાદથી જ તે ફરાર છે. તેના પર હત્યાનો આરોપ છે. જો કે તેને ૨૦૧૭મા મોસ્ટ વોન્ટેડની યાદીમાં સમાવ્યો હતો જ્યારે તે એફબીઆઈની પકડમાં આવ્યો નહોતો. તેના પર એક લાખ ડોલરનું ઇનામ છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

એફબીઆઈએ લોકોને કહ્યું છે કે જો આ વ્યક્તિ અંગે જાણે છે કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.

ડબલ્યૂટીઓપી રેડિયોએ અધિકારીઓના હવાલે કહ્યું કે ઘટના દરમ્યાન પટેલ ૨૪ વર્ષનો હતો તેને કથિત રીતે પોતાની ૨૧ વર્ષની પત્ની પર દુકાનના પાછળના ભાગમાં રસોઇમા વપરાતા ચાકુથી કેટલીય વખત ઘા કર્યો હતો એ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા.

તેને છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાંથી રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૃંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલા ટિમ અલ્ટોમારે રેડિયોને કહ્યું હતું કે આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા અને આ પોલીસ વિભાગ માટે ઝાટકો હતો.

એફબીઆઈએ પટેલને ગુનાની ભયંકર ક્રૂરતા માટે આ યાદીમાં નાંખ્યો હતો અને એવી સંભાવના હતી કે અમેરિકાની બહાર કોઇને ખબર છે કે નહીં તે કયાં છે. આ ઘટનાના એક મહિના પહેલાં જ બંનેના વીઝાનો સમયગાળો પૂરો થઇ ગયો હતો અને તપાસકર્તાઓનું માનવું છે કે પલક પટેલ ભારત પાછા આવવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો.

(7:28 pm IST)
  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST

  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST