Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

હૈદરાબાદને 'ભાગ્યનગર' બનાવીને વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવા આવ્યો છું યોગી આદિત્યનાથનો રોડ શો યોજાયો

તમારી સાથે પગથી પગ મીલાવીને ચાલવા માટે ભગવાન રામની ધરતી પરથી હું ખુદ અહી આવ્યો છું.

હૈદરાબાદમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પછી હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મલ્કાજગીરીમાં રોડ શો કર્યો હતો. યોગીએ રોડ શો દરમિયાન કહ્યુ કે, “આપણે બધાએ આ નક્કી કરવુ છે કે એક પરિવાર અને મિત્ર મંડળીને લૂંટવાની આઝાદી આપવી છે કે પછી હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવુ છે, મિત્રો આ તમારે નક્કી કરવાનું છે.”

યોગીએ કહ્યુ કે, “હું જાણુ છું કે અહીની સરકાર એક તરફથી જનતા સાથે લૂંટ ચલાવી રહી છે તો બીજી તરફ AIMIMના બહેકાવામાં આવીને ભાજપના કાર્યકર્તાઓનું શોષણ કરી રહી છે.” તેમણે કહ્યુ કે આ લોકો વિરૂદ્ધ નવી લડાઇ લડવા માટે તમારી સાથે પગથી પગ મીલાવીને ચાલવા માટે ભગવાન રામની ધરતી પરથી હું ખુદ અહી આવ્યો છું.

યોગી આદિત્યનાથના પ્રવાસ પહેલા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૌસીના ભાઇ અકબરૂદ્દીન ઓવૈસીએ પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યુ હતું, જો ભાજપ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો એક ડિસેમ્બરે વોટર્સ ડેમોક્રેટિક સ્ટ્રાઇક કરશે. બીજી તરફ અકબરૂદ્દીન ઓવૈસીએ કહ્યુ કે ના યોગીથી ડરીશુ અને ના તો ચા વાળાથી, જેટલો આ દેશ પર મોદીનો હક છે, એટલો જ અકબરૂદ્દીનનો હક છે

(8:55 pm IST)