Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ એનાયત

ગુજરાતના અને બોલીવુડ તથા ટેલિવુડના જાણીતા કલાકારો રહ્યાં ઉપસ્થિત

મુંબઈ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રી અત્યારે ઘણું સારું કામ કરી રહી છે અને ગુજરાતમાં પણ લોકલ ફોર વોકલના નારાને સાર્થક કરતા ઘણી બધી બ્રાન્ડ હવે પોત પોતાના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર વધુ ધ્યાન આપી રહી છે. આ જ વિષય પર કામ કરતા મૂળ જન્મે ગુજરાતી અને ગુજરાત અને મુંબઇમાં કેમેરામેન તરીકે સારી નામના મેળવનાર બ્લેસ્મોન સેમ્યુઅલને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ એનાયત થયો હતો. 

. મુંબઇ ખાતે યોજાયેલા આ સમારંભમાં બોલીવૂડ અને ટેલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મૂળ જન્મે ગુજરાતી તેવા બ્લેસ્મોન સેમ્યુઅલએ ગુજરાત અને મુંબઇમાં કેમેરામેન તરીકે ખૂબ સારી નામના ધરાવી રહ્યા છે. તેમના ફેશન ફોટોગ્રાફી અને બ્રાન્ડિંગ ફોટોગ્રાફીના કેમ્પઈનમાં ગુજરાત અને બોલીવુડના નામી અનામી કલાકારો ભાગ લે છે અને બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા તેમની ફોટોગ્રાફી કરવામાં આવે છે.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ફોટોગ્રાફી ક્ષેત્રે સંકળાયેલા છે અને અમદાવાદ તથા મુંબઇ ખાતે બ્રાન્ડ સહિત, પ્રોડક્ટ શૂટ, કેટલોગ શૂટ વગેરે કરી રહ્યા છે ત્યારે તેમના આ કાર્યની નોંધ લઈને મુંબઈની મોટી સંસ્થા દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ ફિલ્મ્સ દ્વારા 2020 ના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર તરીકે તેમને એવૉર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સમારંભ 24 નવેમ્બર ના  મુંબઈ ખાતે કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને ગુજરાતના અને બોલીવુડ તથા ટેલિવુડના જાણીતા કલાકારો જેમકે અમન વર્મા, શ્વેતા તિવારી, પ્રખ્યાત ધારાવાહિક 'ભાભીજી ઘર પે હે' ના કલાકારો સહિત બોલીવુડના જાણીતા ચહેરાઓની હાજરીમાં આયોજન કરવા માં આવ્યું હતું.

(11:59 pm IST)